બારેમાસ મસાલા ભરાવતા પરિવારો મુંઝાયા, ૩૦ ટકા સુધીનો ભાવ વધારો જોવા મળ્યો.

Kutch Latest

હાલમાં રસોઈને સ્વાદિષ્ટ બનાવવા વપરાત  મસાલાની સીઝન ચાલુ છે. જો કે મધ્યમ વર્ગ માટે આ વર્ષે બાર માસનું હળદર, ધાણા, જીરૃ, મરચું ભરવું મોટો આિાર્થક બોજો વાધારી દેશે આ વર્ષે બારેમાસ માટે ભરાતા મસાલાના ભાવમાં ૩૦ ટકા જેટલો વાધારો જોવા મળી રહ્યો છે. જિલ્લા માથક ભુજમાં મસાલાના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલા વેપારીના જણાવ્યા પ્રમાણે સમગ્ર દેશમાં આંધ્ર પ્રદેશ અને કર્ણાટક રાજ્યમાંથી ૮પ ટકા મરચાનું ઉત્પાદન થાય છે. ગત ડિસેમ્બર માસમાં ઉપરા છાપરી બે વાવાઝોડા આવી પડતા મરચાનો પાક ખરી પડયો પાકમાં નુકશાની ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતા ભાવમાં વાધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે આ વર્ષે શિયાળો છેક હોળી સુાધી ચાલ્યો સામાન્ય રીતે શિવરાત્રિ પછી ઠંડી તબક્કાવાર ઘટી જતી હોય છે. પરંતુ આ વર્ષે એવું ન બન્યું. ઠંડક અને ઝાકળ પડવાના કારણે ધાણા-જીરૃના પાકમાં પણ લોચો વળ્યો જેના કારણે ઉત્પાદનમાં મોટી ઘટ જોવા મળી. જો કે મરચા સહિતના મસાલાના ભાવ વાધારા  પાછળ પેટ્રોલ, ડિઝલ અને સીએનજીમાં થયેલો ભાવ વાધારો પણ એક કારણ છે. ખેતીમાં હવામાન એ ઉત્પાદન ઘટવાનું અને ભાવ વાધારા માટેનું મુખ્ય કારણ ગણાય છે. અત્રે ઉલ્લેખનીય છે બે વર્ષ અગાઉ કેરળમાં થયેલા ભારે વરસાદના કારણે ઈલાયચીના પાકને મોટું નુકશાન થયું હતું અને એ સમયાથી ઈલાયચીના ભાવમાં થયેલા ભાવ વધારામાં કોઈ ઘટ નાથી આવી આમ સરકારની નીતિના કારણે સતત વાધતા ક્રુડ તેલના ભાવ અને વાતાવરણની અસરના કારણે આ વરસે રસોઈને સ્વાદિષ્ટ અને સોડમાથી ભરપુર બનાવતા મસાલામાં ૩૦ ટકા જેટલો ભાવ વાધારો થતા અમુક ગૃહીણીઓએ બારેમાસનો મસાલો ભરવાનું ટાળી જરૃરીયાત મુજબ ખરીદવાનું મન બનાવી લીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *