રિપોર્ટર – જીતુ પરમાર, માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ભાટગામ ગામે ઘણા સમયથી 66કેવી.સબ સ્ટેશન માટે આજુબાજુના ગ્રામજનો દ્વાર સરકારમાં રાજુવાત કરતા 66.કેવી સબ સ્ટેશન મજૂર મજૂરી મળી હતી. આજે પશુપાલન મંત્રી દેવાભાઈ મામલ અને ભાજપ આગેવાનો દ્વારા ખાત મૂહુંર્ત તકત્તી અનાવરણ કરી ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના ભાટગામ ગામે સરકાર દ્વારા છ કરોડના ખર્ચે 66 કેવી. સબ સ્ટેશન બનવાથી સિધાજ પાંચ ગામોને ફાયદો થશે.આ સબ સ્ટેશન થી ખેતીવાડી અને ઘર વપરાશ માં પુરી વીજળી મળી શકશે. આજુબાજુના અંદાજે (8)આઠ કી.મી.વિસ્તારોમાં આવતા જેમાં ભાટગામ , સુલતાનપુર, માનખેત્રા , ઢેલાણા , ગોરેજ ગામને પૂરતા પ્રમાણમાં વિજળી મળી શકશે. આ કાર્યક્રમમાં પશુપાલન મંત્રી દેવાભાઈ મામલ જિલ્લા પંચાયત સદસ્ય સોમતભાઈ વાસણ, તાલુકા પંચાયત પ્રમુખ જેઠાભાઈ ચુડાસમા, Pgvcl અધીકારી એસ.જે.હાલારનેકર( જેટકો) અધીક્ષક ઈજનેર જૂનાગઢ પોરબંદર એસી કોડિયાતર સાહેબ, હિરપરા સાહેબ માંગરોળ રૂલર, જુ.ઇ.બારીયા સાહેબ સહિત ભાજપ આગેવાન દાનાભાઈ બાલસ સરપંચ, રવિભાઈ નંદાણીયા, ગોવાભાઇ ચાંડેરા, દાનાભાઈ ખાભલા, જેન્તીભાઇ ચુડાસમા તાલુકા પંચાયત ચેરમેન સહિત ગ્રામજનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.