મોરબી: હળવદ તાલુકાના વેગડવાવ ગામે ૭૧મા વન મહોત્સવ નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન કરાયું.

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા આયોજીત દર વર્ષની માફક આ વર્ષે પણ વન મહોત્સવનું આયોજન કરાયું હતું ત્યારે હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ સરકારી માધ્યમિક હાઈસ્કૂલ ખાતે ૭૧ મો વન મહોત્સવનું આયોજન કરાયું હતું અને હળવદ પંથકમાં પર્યાવરણ બચાવવાના વુક્ષોરોપણનું આયોજન કરાયું હતું. વેગડવાવ ગામની સ્કૂલના પટાંગણમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસના અધિકારીઓ કર્મચારીઓ તાલુકા પંચાયતના પ્રમુખ મામલતદાર અને રાજકીય આગેવાનો સહિતના દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા. હળવદ મામલતદાર બી .એન .કણઝરીયા. ઘુડખર આર એફ ઓ.ટી એન દઢાણીયા. ‌ભાજપના આગેવાન બીપીનભાઈ દવે હળવદ આર.એફ.ઓ. જે.ટી.સોલંકી નોર્મલ આર.એફ ઓ. વી ડી ડામોર .ઘનશ્યામપુર વનપાલ કે.ટી. વાઘેલા કડીયાણા વનપાલ જે .એ.પીપળીયા તેમજ વેગડવાવ ગામ ના સરપંચ હાઇસ્કૂલના આચાર્ય શિક્ષકો તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન કર્યું હતું આર.એફ.ઓ. ટી એન દઢાણીયા.કયુ હતું છેલ્લે આભારવિધિ કે.ટી.વાઘેલાએ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *