અમરેલી પંથકમા થોડા દિવસ પહેલા તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોચી ગયો હતો. હાલ હવામાન વિભાગ દ્વારા કરાયેલી હિટવેવની આગાહી વચ્ચે આજે શહેરનુ મહતમ તાપમાન 40.8 ડિગ્રી રહ્યું હતુ. કાળઝાળ ગરમીને પગલે બપોરે માર્ગો સુમસામ જાેવા મળી રહ્યાં છે. ઉનાળાઓ હવે જાણે તેનો અસલી મિજાજ બતાવ્યો હોય તેમ આકાશમાથી જાણે અગનવર્ષા થઇ રહી છે. પાછલા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત 40 ડિગ્રીને પાર રહેતો હોય આકરા તાપથી લોકો તોબા પોકારી ઉઠયાં છે. આજે શહેરનુ મહતમ તાપમાન 40.8 ડિગ્રી નોંધાયું હતુ. જયારે ન્યુનતમ તાપમાન 21.6 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 82 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 9.2 કિમીની નોંધાય હતી. બપોરના સુમારે તો જાણે આકાશમાથી અગનવર્ષા થતી હોય અને લુ ફુંકાઇ રહી હોય માર્ગાે પર લોકોની ચહલપહલ ઓછી જોવા મળી રહી છે અને માર્ગાે સુમસામ બની જાય છે. આકરી ગરમીથી બચવા લોકો ઠંડાપીણાનો સહારો લેતા પણ નજરે પડી રહ્યાં છે.