રિપોર્ટર – વિપુલ ધામેચા, ધોરાજી
જામકંડોરણા ખાતે આવેલ સમસ્ત રાદડીયા પરિવાર ના કુળદેવી શ્રી ખોડિયાર માતાજી મંદિર ના પટાંગણમાં સૌના ખેડૂત નેતા એવા સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ રાદડિયા ની પ્રતિમાની અનાવરણ વિધિ યુવા નેતા જયેશભાઇ રાદડીયા ના વરદ હસ્તે કરવામાં આવી હતી ખાસ ઉપસ્થિત વિઠ્ઠલભાઈ રાદડિયા ના પિતાશ્રી હંસરાજ બાપા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજુભાઈ રાદડિયા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણપરીયા તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ વિઠ્ઠલભાઈ બોદર કરણસિંહ જાડેજા વગેરે રાજકીય આગેવાનો તેમજ રાદડીયા પરિવાર ના ભાઈઓ તેમજ બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.