અખોદર ગામે પ્રાચિન અને ઐતિહાસિક સુર્ય મંદિર આવેલ છે. જેમાં શીતળા માતાજી સહીત નવ ગ્રહો બિરાજમાન છે. ચૈત્રી સાતમના દિવસે શ્રદ્ધાળુઓ કુલેર અગરબતી દિવેલ નિમક શ્રીફળ સહીતની પ્રસાદી સાથે મોટી સંખ્યામાં ભાવિકો દર્શને આવે છે. મોઢેરા સુર્ય મંદિર બાદ બીજા નંબરનું સુર્ય મંદિર કેશોદ તાલુકાના અખોદર ગામે આશરે ૧૬૦૦ વર્ષ જુનુ પૌરાણિક અને ઐતિહાસિક સુર્ય મંદિર આવેલ છે. જે સુર્ય મંદિરમાં શીતળા માતાજી તથા નવ ગ્રહોની સ્થાપના કરવામાં આવી છે. મંદિરમાં અખંડ જ્યોત દિવો પ્રજ્વલિત રાખવામાં આવેછે મંદિરની પુજા પરેશ બાપુ કરે છે. આ મંદિરે દર વર્ષે શ્રાવણ મહીનાની સાતમ તથા ચૈત્ર મહીનાની સાતમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જેમા કેશોદ તાલુકા તથા આજુબાજુના વિસ્તારોના ધર્મ પ્રેમી જાહેર જનતા દર્શને તથા પ્રસાદી ધરવા આવે છે. શીતળા માતાજીના મંદિરે કુલેર દિવેલ અગરબતી નીમક તથા શ્રીફળ પ્રસાદી ધરવામા આવે છે. ગુજરાતના મોઢેરા સુર્ય મંદિર બાદ બીજા નંબરનું સુર્ય મંદિર અખોદર ગામે આવેલ છે. દર વર્ષે શ્રાવણ તથા ચૈત્ર સાતમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ચૈત્રી સાતમના દિવસે વહેલી સવારથી જ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવે છે. સાથે મંદિરના સાનિધ્યમાં કિર્તન મંડળીનું આયોજન કરવામાં આવે છે. જેમાં અખોદર તથા આજુબાજુના વિસ્તારોના કલાકારો પોતાની કલા રજુ કરી નિઃસ્વાર્થ સેવા આપે છે. કિર્તન મંડળીમાં ભાવિક ભક્તો દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવે છે. જેમાં એકત્ર થતું ફંડ મંદિરના કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવેલા છે. સવારથી બપોર સુધી કિર્તન મંડળીનું આયોજન થાય છે. જેનો પણ ભાવિક ભક્તો લાભ લે છે. આશરે ૧૬૦૦ વર્ષ જુનુ પૌરાણિક અને ઐતિહાસિક સુર્ય મંદિર માનવામાં આવે છે. અને મોઢેરા સુર્ય મંદિર બાદ બીજા નંબરનું સુર્ય મંદિર અખોદર ગામે આવેલ છે. જેને પુરાતત્વ વિભાગ દ્વારા નોંધ લેવામાં આવે તો એક પ્રવાસનું સ્થળ બની શકે જેથી અનેક લોકોને ધંધા રોજગારી પણ મળી રહે જેથી પુરાતત્વ વિભાગ દ્વારા સુર્ય મંદિરની નોંધ લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દશકા પહેલા પુરાતત્વ વિભાગ દ્વારા સુર્ય મંદિરની મુલાકાત લેવામાં આવી હતી બાદમાં કોઈપણ પ્રકારની કામગીરી થઈ નથી ત્યારે સરકાર દ્વારા ઐતિહાસિક અમુલ્ય વારસાની જાળવણી માટે કોઈ નકકર કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.