રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા શાકમાર્કેટ આવતીકાલથી બંધ કરવાનો નિર્ણય
નર્મદા જિલ્લા સહિત વડુમથક રાજપીપળા મા કોરોના પોઝિટિવ ના દર્દીઑની સંખ્યા દિન પ્રતિ દિન વધી રહી છે , લોકો જાહેર સ્થળો ઉપર બેફામ બન્યા છે કોઇ પણ જાતની સોશિયલ ડિસ્ટન્સની કાળજી જરાયે રાખવામાં આવતી નથી. નર્મદા જિલ્લા મા હાલ ૨૩૨ કોરોના પોઝિટિવ કેસો નોધાયા છે. રાજપીપળા મા દિનપ્રતિ દિન પોઝિટિવ કેસો વધી રહયા છે, તેમા પણ ગીચ વસતી ધરાવતો કાછીયાવાડ , કસબાવાડ, આશાપુરી માતા પાસે ના વિસ્તારમાંથી સોથી વધારે પોઝિટિવ કેસો નોધાયા છે. રાજપીપળા શાકમાર્કેટમાં સોશીયલ ડિસટનસીંગ ના ધજાગરા ઉડતા નજરે પડી રહયા છે, ત્યારે મોડું તો મોડું જિલ્લા વહીવટી તંત્ર સાબદુ બન્યુ છે. આવતી કાલ થી શાકમાર્કેટ મા સંપૂર્ણ પણે પ્રવેશ બંધી ફરમાવવામાં આવે ના ચક્રો ગતિમાન થઇ રહયા છે . રાજપીપળા નગરપાલિકાના કર્મચારીઓને માર્ગો બંધ કરવાની કામગીરી સોંપાઇ ગઇ છે, કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી છે. શાકમાર્કેટ સહિત કસબાવાડ, કાછીયાવાડ , મોટા માછીવાડ સહિત નો જે વિસ્તારમાંથી સંક્રમણ વધુ ફેલાઈ રહયો છે , જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ ના દર્દી ઑ મોત ને ભેટ્યા છે એવા વિસ્તારો શીલ કરવાની કામગીરી થઇ રહી છે.
૧૪ દિવસ માટે આવા વિસ્તારો સીલ કરવામાં આવસેનું જાણવા મળ્યું છે, જોકે શાકભાજી વિક્રેતા ઓએ સ્વૈચ્છિક રીતે ત્રણ દિવસ સુધી માર્કેટ બંધ રાખ્યુ હતુ.વેપારી ઓના શાકભાજી નો માલ આવી ગયેલા હોય આવતીકાલે સવારે ૧૧ વાગ્યા સુધી શાકમાર્કેટ ખુલ્લુ રહેવાની શક્યતાઓ છે. હજુ સત્તાવાર જાહેર નામા બહાર પાડવામાં આવેલ નથી પરંતુ તમામ કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.