છોટાઉદેપુરમાં રામનવમીની ઉજવણીમાં શોભાયાત્રા યોજાશે, ઘોડા, બગીઓ અને વેશભૂષા સાથે શોભાયાત્રા નીકળશે.

Chhota Udaipur Latest

છોટાઉદેપુર નગરમાં ચૈત્ર સુદ નોમને રામ નવમી ભગવાન શ્રીરામના જન્મદિનની ઊજવણી અર્થે નગરના ભક્તમંડળો અને યુવાનોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરમાં વિવિધ સંગઠનો દ્વારા તથા શ્રી રામ ભક્ત યુવક મંડળ દ્વારા રામ નવમીની ઉજવણી ભારે ધામધૂમ પૂર્વક ઉજવાય તે માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને સૌ ભક્ત મંડળો પૂર્વ આયોજનની કામગીરીમાં જોતરાયા છે. ચૈત્ર સુદ નોમ તારીખ 10 એપ્રિલ-2022ના ભગવાન શ્રી રામના જન્મદિનના પવિત્ર દિવસની ઉજવણી અર્થે હાલમાં યુવાનો દ્વારા જોરશોરમાં પૂર્વ તૈયારીઓ થઈ રહી છે. નગરના સેવભાવી સંગઠનો અને યુવાનો ખૂબ મોટી સંખ્યામાં કામગીરીમાં જોતરાયા છે. નગરના રાજમાર્ગો ઉપર મંદિરો ઉપર તથા જાહેર જગ્યાઓ ઉપર ભગવાન શ્રી રામના ઝંડા લગાડવાના હોય જે બનાવવામાં યુવાનો વ્યસ્ત બન્યા છે. અને નગરમાં રથયાત્રાની તૈયારીઓ થતી હોય તેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તારીખ 10 એપ્રિલ-2022ને રવિવારના રોજ રામનવમી નિમિતે છોટાઉદેપુર નગરમાં સવારે 5:00 કલાકે પ્રભાત ફેરી, બપોરના 12:00 કલાકે મહા આરતી, જ્યારે સાંજના 4:00 રામજી મંદિરથી ભગવાન શ્રીરામની ભવ્યતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે શોભાયાત્રા નગરના રામજી મંદિરેથી નીકળી ઝંડા ચોક, પાવરહાઉસ, સ્ટેટબેંક, નિર્મળ સોસાયટી, આઈ હોસ્પિટલ, નવાપુરા, પુરોહિત ફળીયા, જૈન મંદિરના રાજમાર્ગો ઉપર ફરી પરત રામજી મંદિરે પહોચશે. નગરમાં નિકળનાર ભવ્ય શોભાયાત્રામાં ઘોડા, બગીઓ, સંત મહંતો અને અલગ અલગ વેશભૂષા સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સાંજના 8:00 કલાકે મહા પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. નગરમાં પ્રથમ વાર નિકળનાર શ્રી રામની ભવ્ય શોભાયાત્રાને સફળ બનાવવા યુવાનો, ગામના આગેવાનો તથા સેવાભાવી મંડળો ભારે મહેનત કરી રહ્યા છે. નગરનું વાતાવરણ રામ મય બને અને આ પવિત્ર પર્વની ઉજવણી અર્થે નગરના યુવક મંડળોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *