શહેરામાં મતદાન મથકો ખાતે લાંબી લાઈનો લાગી: મહેલાણ ગામે મતદારો નાવડીમાં બેસી મતદાન મથકે પહોંચ્યા..

Latest Panchmahal shera
રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા

શહેરા તાલુકાના મહેલાણ ગ્રામ પંચાયત હેઠળ આવેલ સીમલેટ બેટના મતદારો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નાવડીમાં બેસીને મતદાન માટે આવ્યા હતા. ત્યાના લોકો નું કહેવું છે કે મતદાન અમે કરી એ છીએ પણ ચુંટણી પત્યા પછી નેતાઓ અમને ભૂલી જાય છે.

શહેરા તાલુકાના મહેલાણ  ગ્રામ પંચાયત હેઠળ આવેલ સીમલેટ બેટ પાનમ નદીના વચ્ચે આવેલ હોવા સાથે ચારે બાજુ પાણીથી ઘેરાયેલું છે. અહી 50 ઉપરાંત પરીવારજનો રહે છે. અહીના 200થી વધુ મતદારો દરેક ચૂંટણીમાં મતદાન અવશ્ય કરતા હોય છે. આ વખતની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં પણ અહીના મતદારો પાનમ નદી ઉપર જળ યાત્રા નાવડીમાં કરીને મહેલાણ ખાતે આવેલા પ્રાથમિક શાળાના મતદાન મથક ખાતે મતદાન કરવા માટે આવ્યા હતા. સીમલેટ બેટના લોકોનું કહેવું છે કે દરેક ચુંટણીમાં અમે મતદાન કરી છીએ પણ ચુંટણી પત્યા પછી નેતાઓ અમને ભૂલી જાય છે. તેમ છંતા અમે ચુંટણીમાં મતદાન તો કરીએ છીએ આ વખતનું ચૂટણીમાં અમે જે કોઈ ઉમેદવાર આવે તેમની પાસે અમારી સમસ્યા હલ કરે તેવી આશા રાખી રહ્યા છે.

શહેરામાં મતદાન મથકો ખાતે મતદાન કરવા માટે મતદારોની લાંબી લાઈનો લાગી હતી. શહેરા તાલૂકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં મતદાન પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શરૂ થયુ હતુ. સવારથી સાત વાગે શરૂ થયેલા મતદાન મથકો ઉપર પહેલા ધીમુ મતદાન શરૂ થયુ હતુ. મતદાન મથકો ખાતે મતદાન શરૂ થયાના બે કલાક બાદ મતદારોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. નગરપાલિકાની ૬ વોર્ડ અને ૨૨ બેઠકો ઉપર તેમજ તાલૂકા પંચાયતની ૧૯ અને જીલ્લાની ૪ બેઠકો પર ઉત્સાહ પુર્વક મતદાન કરવા આવતા મતદારોની લાંબી લાઇનો મતદાન મથક ખાતે જોવા મળી રહી હતી. ગ્રામીણ વિસ્તારના મતદાન મથકોમાં  પણ બપોરે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો.મતદાન મથકો પર કોરોના મહામારીને લઈને ખાસ વ્યવસ્થા ઉભી કરવામા આવી હતી.જેમા મતદારોના હાથ હેન્ડ સેનેટાઇઝર કર્યા બાદ,થર્મલ ગનથી તાપમાનથી ચકાસણી બાદ પ્રવેશ આપવામા આવ્યો હતો.આ સ્થાનિક સ્વરાજની ચૂટણીમાં ૬ વાગ્યા સુધીમા અંદાજીત મતદાન તાલૂકા પંચાયતનુ ૫૮.૨૧ટકા જીલ્લા પંચાયતનૂ ૫૬.૧૪ ટકા મતદાન નોધાયુ હતું. નગરપાલિકામાં ૭૮.૧૫ ટકા મતદાન નોધાયુ હતુ.કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *