સુરેન્દ્રનગરમાં રહેતા રાજસ્થાની પરિવારોએ ગણગોર તહેવારની ઉજવણી કરી.

Latest Surendranagar

ગુજરાતમાં વસતા રાજસ્થાની પરિવારોની મહિલાઓ અને બાળાઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણગોર તહેવારની ધામધુમપૂર્વક ઉજવણી કરી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા રાજસ્થાની પરિવારોએ પણ ગણગોર તહેવારની ઉજવણી કરી હતી. રાજસ્થાની પરિણીત મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય માટે અને કૂંવારિકાઓ સારા વરની પ્રાપ્તિ માટે સતત 16 દિવસ શંકર-પાર્વતિ (ગણગોર) ની પૂજા કરે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષોથી અસંખ્ય રાજસ્થાની પરિવારો વસવાટ કરે છે.મહિલાઓ અને કુવારીકાઓએ 16 દિવસ શંકર પાર્વતિનું વ્રત રાખી પૂજા કરી. આ રાજસ્થ‍ાની પરિવારો દ્વારા દર વર્ષે ‘ગણગોર’ તહેવારની દબદબાભેર ઉજવણી કરવામાં આવે છે. જેમાં પરિણીત મહિલાઓ અને કૂંવારિકાઓ હોળીના બીજા દિવસથી અમાસ પછીની ત્રીજ સુધી એટલે કે સતત 16 દિવસ સુધી શંકર-પાર્વતિ (ગણગોર) ની પૂજા કરે છે. જેમાં પરિણીતા અને કૂંવારિકાઓ હાથમાં મહેંદી મૂકીને આ તહેવાર સતત 16 દિવસ સુધી પરંપરાગત રીતે ઉજવે છે.ગણગોર તહેવારમાં 16માં દિવસે વહેલી સવારે પૂજા અર્ચના કર્યા બાદ ગણગોર માતાને બેન્ડવાજા સાથે ભવ્ય વરઘોડો ક‍ાઢીને નદીના પાણીમાં પધરાવવામાં આવે છે. રાજસ્થાનની પરિણીત મહિલાઓ પોતાન‍ા પતિના દિર્ઘાયુ માટે અને કૂંવારિકાઓ સારા વરની પ્રાપ્તિ માટે વર્ષોથી ગણગોર તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરી છે. રાજસ્થાની પરિવારના ગણગોરના તહેવારે ગુજરાતી મહિલાઓમાં પણ ગજબનું ઘેલું લગાડ્યું છે. આ અંગે જણાવ્યું કે, અમે વર્ષોથી ગુજરાતમાં વસવાટ કરીએ છીએ અને અમારો “ગણગોર”નો તહેવાર વર્ષોથી પરંપરાગતરીતે ઉજવીએ છીએ. પરંતુ બે વર્ષથી કોરોનાના કપરા સમયગાળામાં અમે આ તહેવાર ઉજવી શક્યા નહોંતા પરંતુ આ વર્ષે અમે આ “ગણગોર” તહેવારને ફરીથી ધામધૂમપૂર્વક ઉજવી રહ્યાં છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *