નર્મદા:રાજપીપળા શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા સતત ઝઝૂમતા શહેરના પી.એસ.આઈ કે.કે.પાઠકના હાથે ૨૦૦ જેટલી બહેનોએ રાખડી બાંધી બહુમાન કર્યું.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

લાલ ટાવર પાસે આવેલા પ્રગતિ મહિલા મંડળ ની બહેનો સહિત, આશાપુરી વિસ્તારની બહેનો એ પાદરિયા જ્ઞાતિની વાડીમાં પણ પીએસઆઇ પાઠકના હાથે રાખડી બાંધી તેમની કામગીરી બિરદાવી હતી. કોરોનાના હાઉ વચ્ચે રાજપીપળા શહેર માં રક્ષાબંધનનો પર્વ ખૂબ સાદગીથી ઉજવાયો,કોરોના જેવી મહામારી માં પણ નર્મદા પોલીસ માં ફરજ બજાવતા પી.એસ.આઈ કે.કે.પાઠક લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા સતત પેટ્રોલિંગ કરી રેડ જોન સહિતના વિસ્તારોમાં વગર કામે ફરતા લોકોને અટકાવી શહેરમાં કોરોનાના કેસ ન વધે એ માટે હંમેશા પ્રયત્નશીલ રહી ક્યારેક કાયદેસર કાર્યવાહી પણ કરતા ન ખચકાતા અને પોતાના સ્વાથ્ય ની પણ ચિંતા ન કરી બુલેટ પર સતત પોતાની ફરજના ભાગરૂપે પેટ્રોલિંગ કરી કાયદાનું પાલન કરતા પી.એસ.આઈ પાઠકની ઉમદા કામગીરી બાબતે તેમને અગાઉ પણ અનેક સન્માન મળી ચુક્યા હોય ત્યારે હાલ રક્ષાબંધન ટાણે પણ રાજપીપળામાં અલગ અલગ વિસ્તાર ની બહેનોએ રાખડી બાંધી તેમનું બહુમાન કર્યું હતું જેમાં લાલ ટાવર પાસેની પ્રગતિ મહિલા મંડળના જ્યોતિબેન સથવારા અને કલાસની બહેનો આશાપુરી મંદિર પાસેની બહેનો પાદરિયા જ્ઞાતિની વાડી સહિત શહેરી ની ૨૦૦ જેવી બહેનોએ તેમના હાથે રાખડી બાંધી કોરોના વાયરસ વચ્ચેની તેમના સતત અને લોક ઉપયોગી સેવાકાર્યને બિરદાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *