ભાદરવે ભારે હાલકી ઘેડ-વિસ્તાર બેટમાં ફેરવાયો દરીયા જેવો માહોલ
કેશોદ માંગરોળ માણાવદર વંથલી તાલુકા સહીતના ઘેડપંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા ગામોમાં અને ઘરોમાં ઘુંસ્યા પાણી અનેક ગામોનો વાહનવ્યવહાર ખોરવાયો લોકો ભોગવી રહયાછે ભારે હાલકી સાથે મોટાપાયે નુકશાનીની આશંકા સેવાઈ રહીછે
સૌરાષ્ટ્રભરમાં અનરાધાર વરસાદ થતાં જુનાગઢ જીલ્લામાં પણ અતિભારે વરસાદ થતાં વંથલી ઓઝત વિયર સાબલી ડેમ ઓવરફલો થતાં તેમના પાણી છોડવામાં આવતાં મોટાભાગનો ઘેડ પંથક બેટમાં ફેરવાતા દરીયા જેવો માહોલ સર્જાતા અનેક ગામોમાં અને નિચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસી ગયા હતા જેથી ઘરવખરી પલળી જતાં અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયાછે અમારિ મીડીયા ટિમે બાલાગામ ઘેડની મુલાકાત વિધી હતી જ્યાં નિચાણવાળા વિસ્તારોમાં રસ્તામાં ત્રણ ફુટથી વધુ પાણી જોવા મળ્યાં હતાં અનેક મકાનોમાં પાણી ઘુંસી ગયાછે
ચોમાસાની શરૂઆતથી મેઘરાજાએ અવારનવાર અનરાધાર વરસાદ વરસતો રહ્યોછે જે મેઘરાજાના આગમનથી ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળતો એ જ માહોલ આજે મુશિબત બની ગયોછે ઘેડ પંથકમાં છેલ્લા એક મહીના જેટલા સમયથી ખેતરોમાં સતત વરસાદી પાણી ભરાયેલાં રહેતાં ખેતરો રસ્તાઓમાં ધોવાણ સાથે ખેત પેદાશો નાશ થઇ રહીછે ઘણાં દિવસોથી મેઘરાજાની અનરાધાર અવિરત મેઘસવારીથી જમીનમાંથી પાણી સંગ્રહની ક્ષમતા જાણે પુર્ણ થઈ હોય તેમ લાંબો સમયથી વહેતા પાણી બંધ થયા નથી તમામ નદી નાળા ચેકડેમો તળાવો છલકાઈ રહયાછે ઘેડ પંથકમાં હજુ વધુ પાણી આવતા ખેતપેદાશો નાશ પામે તેવી શક્યતા સેવાઇ રહીછે જે બાબતે સર્વે કરવામાં આવે નદી ઉંડી અને પહોડી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.
ઉપરવાસમાં ચેડમોના બારા ખોલવામાં આવતાં પાણીની વધુ આવક થતાં બે થી ત્રણ ખેતરોના પાળા તુટતાં ખેતરોમાં ધોવાણ સાથે ખેતપેદાશોમાં પણ નુકશાન થયુંછે હજારો વિઘા જમીનમાં વાવેતર નિષ્ફળ જવાની શક્યતા સેવાઇ રહીછે ઘેડ પંથક વરસાદી પાણી ફરી વળતાં બાલાગામ ગ્રામ પંચાયત હોદેદારો તથા તાલુકા વિકાસ અધિકારી ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાથે ગ્રામજનોને થતી અગવડોની રજૂઆત સાંભળી હતી
કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઓછા વધતા પ્રમાણમાં સરેરાશ મૌસમનો કુલ પચ્ચાસ ઈંચથી વધુ વરસાદ નોંધાતા અને ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની વધું આવક થતાં ઘેડ પંથકમાં ચારે તરફ પાણી જ પાણી સાથે દરીયા જેવો માહોલ જોવા મળી રહ્યોછે ત્યારે ઘેડ પંથકમાં ખેતરોનું ધોવાણ તથા ખેતપેદાશોની નુકસાનીનું સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું