જિલ્લામાં 1 થી 15 એપ્રીલ સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરાશે. જે અંતર્ગત રાજુલાના આરોગ્ય વિભાગ હેઠળના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટર અને ગ્રામ્યકક્ષાએ સ્વચ્છતાના આરોગ્ય કર્મીઓ અને લોકોએ શપથ લીધા હતા. અને સ્વચ્છતા અંગે કામગીરીની આરંભ કરાયો હતો.રાજુલા તાલુકા હેલ્થ ઓફિસરએ જણાવ્યું હતું કે પખવાડિયાની ઉજવણી દરમિયાન દરેક ગામે સ્વચ્છતા સભાઓ કરાશે. અહી હાથ ધોવાની પદ્ધતિ, હેલ્થ ફેસીલીટી અને તેની આજુ બાજુના એરીયાની સફાઈ કરાશે. ઉપરાંત વર્લ્ડ હેલ્થ ડેની ઉજવણીના ભાગરૂપે મેડિકલ હેલ્થ ચેકઅપ કરાશે. અને લોકોના આરોગ્યની ચકાસણી કરાશે.બાયો મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ અને વૃક્ષારોપણ સહિતની કામગીરી લોકોના સહયોગથી હાથ ધરાશે. 6 એપ્રીલે મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન ચેકલિસ્ટ ભરીને લોકોને સ્વચ્છતા રાખવા જાગૃતિ કાર્યક્રમ કરાશે. સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીને સફળ બનાવવા માટે સુપરવાઈઝર સહિત હેલ્થ ટીમ દ્વારા જેહમત ઉઠાવવવામાં આવી રહી છે.