રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર
બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આજે સવારના સમયે ટ્રેલર ની ટક્કર થી વીજ થાંભલો ધરાસાઇ અસરગ્રસ્ત બન્યો હતો ઘટનાને લઈ તાત્કાલિક અસરથી વીજ વિભાગના કર્મચારીઓ દોડી આવ્યા હતા સ્થાનિકોના મતે દિયોદર હાઇવે પર ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોય ખખડધજ માર્ગ ને કારણે વાહન ચાલકોની મુશ્કેલી પડી રહી છે. આ તરફ આજે એક ટ્રેલર વીજ થાંભલાને ટકરાતા મોટી હોનારત ટળી હતી આ બનાવમાં મોટી જાનહાનિ ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ તરફ દિવસ દરમિયાન અનેક વખત રેલવે ફાટક બંધ થતાં વાહનોની મોટી કતારો લાગે છે પરંતુ બનાવ સ્થળે ફાટક ખુલ્લુ હોવાથી નહિવત વાહનોની અવરજવર રહી હતી. બનાવની જાણ થતા વીજલાઈનના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે વીજલાઇન બંધ કરવામાં આવી હતી. જેમાં ત્યાંથી પસાર થતા અનેક વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.