અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કોદિયા ગામે વરસાદના પાણી લોકોના ઘરમાં ભરાયા.

Amreli
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

ખાંભા તાલુકા ના કોદીયા ગામે વરસાદ ના પાણી લોકો ના ઘર મા ભરાયા ત્યારે મોટા પ્રમાણમાં અનાજ અને સામગ્રી પલળી ગયું ત્યારે તાત્કાલિક ધોરણે કોદિયા ગામના સરપંચ અને ઉપ સરપંચ દોડી આવ્યા હતા. ગામ લોકો નુ કહેવુ છે કે સરકારી પડતર જગ્યામા માથા ભારે લોકો દ્વારા દબાણ કરી ને બાંધકામ કરવામાં આવ્યુ છે એના હિસાબે પાણી ભરવા લાગ્યા છે તંત્ર ને અનેકવાર લેખીત મોખિક રજુઆત કરવામાં આવી હતી પણ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી એટલે પાણી ભરવા લાગ્યા છે ગામ લોકો ની માંગ છે કે તાત્કાલિક ધોરણે સ્થળની મુલાકાત લઈ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *