રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
અમરેલી જિલ્લાના તાલુકાઓના સરપંચો દ્વારા રાયડી ડેમમાંથી પાણી છોડવા, અમરેલીના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રવુંભાઈ ખુમાણ ને રજૂઆત કરવામાં આવી હતી. અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રવુભાઈ ખુમાણના પ્રયત્નોથી આવતી કાલ તા.18 મે, 2020ના રોજ બપોર બાદ ખેડૂતોને સિંચાઈ માટે રાયડી ડેમ માંથી પાણી છોડવામાં આવશે.
ગત તા.30.3.2020 ના રોજ અમરેલી જિલ્લાના જાફરાબાદ તેમજ ખાંભા તાલુકાના નાગેશ્રી, ચૌત્રા, નાના બારામણ અને મોટા બારમણ ગામના સરપંચશ્રીઓ અને ખેડૂતોએ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રવુભાઈ ખુમાણને રાયડી ડેમ માથી પાણી છોડવા બાબતે રજુઆત કરવામાં આવેલ. પરંતુ રાયડી ડેમ માંથી અગાઉ જમણા કાંઠે નહેર દ્વારા પાણી છોડવામાં આવેલ હોવાથી સાંસદશ્રી અને મહામંત્રીશ્રી દ્વારા સિંચાઈ વિભાગ અને રાજ્ય સરકારમાંથી મંજૂરી માટેની જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરાવેલ. જેના ફળ સ્વરૂપે આવતી કાલે આ ચારેય ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે.
ઉપરાંત આગામી તા. 22 મે, 2020 ની આસપાસ પણ ખેડૂતો માટે ‘ખોડિયાર ડેમ’ માંથી પણ પાણી છોડવામાં આવશે.
સરપંચો તેમજ ખેડૂતો દ્વારા નારણ ભાઈ કાછડીયા અને રવુ ભાઈ ખુમાણ નો આભાર વ્યક્ત કર્યો હતો