જિલ્લાના 64 હજાર ઉદ્યોગોમાં દર મંગળવારે વીજ પ્રવાહ બંધ રહેશે.

Godhra Latest

પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિ.ના 76460 ખેતી વીજ કનેકશનને 6 કલાક વીજળી અપાય છે.ઓક્સિજન, ચિલિંગ, કેમિકલ પ્લાન્ટ સહિતના ઉદ્યોગોને નિયમ લાગુ પડશે નહિ. પંચમહાલ, દાહોદ તથા મહીસાગર જિલ્લામાં હાલ ઉનાળા પાકની વાવણી ચાલી રહી છે. ઉનાળા પાકના પિયત માટે પાકને વીજળીની જરૂર પડતી હોય છે. ખેતી માટે સિંચાઇની સગવડ ન હોય તેવા ખેડૂતોએ કુવા કે બોર દ્વારા મોટર મુકીને પિયત કરવા ખેતી વીજ કનેકશન લીધા છે. 3 જિલ્લામાં 76460 ખેતી વીજ કનેકશન છે. ત્યારે ખરા ઉનાળામાં રાજય સરકારે ખેતીના વીજ કનેક્શન પર વીજ પર કાપ મુકીને 8 કલાકના બદલે 6 કલાકનો વીજપુરવઠો આપતાં 3 જિલ્લાના ખેતી વીજકનેકશન ધારકોમાં રોષ જોવા મળ્યો હતો. એક બાજુ ઉનાળા શરૂ થતાં ઘરેલું વીજળીના વપરાશમા વધારો થયો છે. સાથે ઉનાળા પાક માટે ખેતી વીજનો પણ વપરાશ વધ્યો છે. ખેતી વીજપુરવઠામાં 6 કલાક વીજળી આપ્યા બાદ સરકારે સરકારી કચેરીમાં થતો વીજ બગાડ રોકવા અનુરોધ કર્યો છે. જેથી એમજીવીસીએલ દ્વારા વીજ માંગ અને વીજ પુરવઠાને બેલેન્સ કરવા દર મંગળવારે પંચમહાલ, દાહોદ તથા મહીસાગર જિલ્લાના ઉદ્યોગોને વીજપુરવઠો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનાથી 3 જિલ્લાના 64409 ઉદ્યોગોના વીજ કનેકશનોમાં દર મંગળવારે વીજ પ્રવાહ આવશે નહિ. પણ સાથે કેટલાક ઉદ્યોગો એવા છે કે જેને ફરજિયાત વીજળીની જરૂર હોય તેવા ઓક્સિજન પ્લાન્ટ, ચીલિંગ પ્લાન્ટ, કેમિકલ પ્લાન્ટ સહિતના ઉદ્યોગો માટે દર મંગળવારે વીજપુરવઠો બંધનો નિયમ લાગુ પડશે નહિ તેમ વીજ કંપનીના અધિકારી જણાવી રહ્યા છે. જિલ્લાઓમાં અગાઉ પણ મેન્ટેનન્સ કે અન્ય કામગીરી લઇને વીજ કંપની મંગળવારના દિવસે જ કામગીરી માટે વીજપુરવઠો બંધ કરતા હતા. 3 જિલ્લામાં હજુ ખેતીનો વીજ પુરવઠો 6 કલાક સુધી આપવામાં આવતાં ઉનાળા પાક પર વીજકાપની અસર જોવા મળશે. એમજીવીસીએલ દ્વારા પંચમહાલ, દાહોદ તથા મહીસાગર જિલ્લામાં આવેલા વિસ્તારમાં ચાલતા 64409 ઔદ્યોગિક વીજ જોડાણ આપ્યા છે. જેમાં હાલોલ તથા કાલોલ વિસ્તાર તેમજ જિલ્લાઓની જીઆઇડીસીમાં આવેલ કંપનીઓને વીજ જોડાણ આપ્યા છે. જયારે 3 જિલ્લાના 76460 જેટલા ખેતી વીજ જોડાણ આપ્યા છે. તેઓને રોજ 6 કલાક વીજળી આપવામાં આવી રહી છે. વીજ મેન્ટેન્સ કરવા એક દિવસ ઉદ્યોગોને વીજ પુરવઠો બંધ રાખવાનો નિયમ છે. પંચમહાલ, દાહોદ તથા મહિસાગર જિલ્લાના ઉદ્યોગોને દર મંગળવારે વીજ પુરવઠો બંધ કર્યો છે. જયારે ઓક્સિજન, ચીલિંગ, કેમિકલ પ્લાન્ટ સહિત વીજ કંમ્પલસરી હોય તેવા ઉદ્યોગોને આ નિયમ લાગુ પડશે નહિ. હાલ ખેડૂતોને જરૂરિયાત મુજબ ખેતી માટે 6 કલાક વીજ પુરવઠો આપી રહ્યા  છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *