રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા ખાતે આવેલી નાંદોદ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ઉપર આવક જાતી સહીતના દાખલા કઢાવવા આવતા રોજના કેટલાય અરજદારોની મોટી કતાર લાગતી હોય છે. જેમાં હાલ લાગુ કરાયેલા જાહેરનામાના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. ત્યાં પડતી મોટી લાઈનમાં ઉભેલા અરજદારો પૈકી અમુક તો માસ્ક વગરના હોય છે અને એકબીજાને અડીને ઉભા હોવાથી આવી સ્થિતિમાં કોરોનાનું સંક્રમણ વધવાની પૂરેપૂરી શકયતા જણાય છે. એક તરફ આખા રાજયમાં કોરોના સંક્રમણ વધી રહ્યું હોય સરકાર કોરોના સંક્રમણ અટકાવવા અનેક પ્રયાસો કરે છે અને ખાસ મહત્વનું જાહેરનામું લાગુ હોય જેમાં માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સ હોવા છતાં તાલુકા કક્ષાની મામલતદાર કચેરીમાં આવી ગંભીર બેદરકારી જોવા મળી રહી છે.