રાજકોટને ચોમાસા સુધી પાણીની નિરાંત, સૌનીથી ન્યારીમાં પાણી ઠાલવવાનું શરૂ.

Latest Rajkot

રાજકોટમાં ન્યારી ડેમમાં હાલ 650 MCFT પાણી છે જેમાં સૌની યોજનાથી  200 MCFT પાણી ઠાલવવાનું શરૂ કરાયું છે. આ સાથે આજી ડેમમાં 565 MCFT પાણી અગાઉ આ યોજનાથી નંખાયા બાદ વધુ 175 MCFT ઠાલવવાનું પણ શરૂ કરાયું છે.  ન્યારી ડેમથી હાલ દૈનિક 7થી 8 કરોડ લિટર પાણીનો ઉપાડ થાય છે, આજી ડેમમાં 12 કરોડ લિટર પછી આ સર્વાધિક ઉપાડ છે. શહેરની જળમાંગ 35  કરોડ લિટરને આંબી ગઈ છે. કૂલ 1248 MCFTની ક્ષમતા ધરાવતો ન્યારી ડેમ ગત ચોમાસાએ છલકાયો છતાં સૌની યોજનાની જરૂરિયાત જળમાંગ અને વિતરણ વધવાના પગલે વર્તાઈ છે. આમ તો આ ડેમમાં મહિના અગાઉ આ પાણી ઠાલવવાની જરૂર હતી પરંતુ, મનપાના વોટરવર્ક્સ દ્વારા એક જ એજન્સીને વોટર વર્ક્સના ત્રણ કામો આપી દેતા રૈયાધાર ખાતે દૈનિક 5 કરોડ લિટર શુધ્ધ કરવાની ક્ષમતાનો પ્લાન્ટનું કામ સમયસર કરવામાં તંત્રને નિષ્ફળતા મળતા હાલ 650 એમ.સી.એફટી. પાણી 15  ઓગષ્ટ સુધી ચાલશે.  આમ, રાજકોટના લોકોને દૈનિક 20 મિનિટ વિતરણનો પ્રશ્ન ટળ્યો છે પરંતુ, નવા ભળેલા માધાપર,ઘંટેશ્વર સહિતના ગામોને આખો ઉનાળો સ્થાનિક જળસ્ત્રોત, ટેન્કરો પર જ આધાર રાખવો પડશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *