કાલોલની કાતોલ ગ્રામપંચાયતના સરપંચ દ્ધારા સ્વાસ્થ્ય કર્મીઓ ને મળ્યાં, તેમણે ભરેલા સ્વાસ્થ્ય કાર્ડ ની વિગતો મેળવી જેમાંથી હાઈરિસ્ક ગ્રુપ જેવા કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ફેફસાની બિમારી, કેન્સરની બિમારી વાળા દર્દીઓ તેમજ સગર્ભા માતાઓ જે પરીવારમાં છે તેવા સ્વાસ્થ્ય કાર્ડ અલગ તારવી. અને આ હાઈરિસ્ક ગ્રુપમાં આવતા લોકોની કોરોના મહામારીમાં વધારે કાળજી શુ લેવી તે વિશે માહિતી આપી.
આ કાતોલ ગામમાં મુલાકાત દરમિયાન ડોક્ટર્સ ટીમમા ડૉ. યોગેશભાઈ પંડયા, ડો કીરણસિંહ પરમાર, ડૉ સુનિલ પરમાર અને સંગઠનમાંથી ભાજપ સંગઠનના તાલુકા પ્રમુખ ગિરવતસિંહ પરમાર અને મહામંત્રી સંજયસિંહ રાઠોડ હતાં.