તેઓ પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન છે. કે જેમણે સૌથી વધારે એટલે કે 8 વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો છે. અગાઉ અટલ બિહારી વાજપેયી 6 વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવી ચૂક્યા છે.જ્યારે જવાહરલાલ નેહરુએ 17 વખત તિરંગો ફરકાવ્યો હતો.દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સૌથી વધારે 17 વખત તિરંગો ફરકાવ્યો છે, જે કોઈ વડાપ્રધાન દ્વારા લાલ કિલ્લા પરથી સૌથી વધારે વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યાનો રેકોર્ડ છે.ન દેશનાં એકમાત્ર મહિલા મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધી 16 વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવી ચૂક્યાં હતાં. દેશના 13મા વડાપ્રધાન મનમોહન સિંહ 10 વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવી ચૂક્યા છે.
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે 8મી વખત તિરંગો ફરકાવ્યો હતો. આ અગાઉ અટલ બિહારી વાજપેયી 6 વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો, જેઓ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ બીજા એવા બિનકોંગ્રેસી વડાપ્રધાન હતા કે જેમણે સૌથી વધારે વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો.