રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ભૂતકાળ માં શ્રાવણ માસ માં યાત્રીકો નો માનવ મહેરામણ સોમનાથ ઉમટતો હોય તેમાં પણ સોમવાર હોય ત્યારે તો મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોઈ છે પરંતુ હાલ કોરોના મહામારી ને લઇ યાત્રીકો ની સંખ્યા ખુબ જ ઓછી છે. આજે ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવ ને સાંજ ના સમયે રુદ્રાક્ષ નો વિશેષ શણગાર કરવામાં આવશે.જો કે સાતમ આઠમના તહેવાર ને લઇ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદીર સિવાય ના અન્ય મંદીરો બંધ કરવાનો નિર્ણય લેવા માં આવ્યો છે જેમા ગીતામંદીર,લક્ષમીનારાયણ મંદીર,રામમંદીર અને ભાલકા મંદીર નો સમાવેશ થાય છે જો કે તેમાં નિત્યકર્મ મુજબ પુજન અર્ચન યથાવત રહેશે માત્ર યાત્રીકો માટે જ બંધ કરવામાં આવશે.