ધોરણ 10 અને 12ની પરીક્ષા 28 માર્ચથી શરુ થઇ રહી છે. જેને લઈને વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અમદાવાદના 9 નિવૃત અને કાર્યરત આચાર્યોની કાઉન્સેલર તરીકે નિમણૂક કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓને પરીક્ષા લગતા પ્રશ્નોનું નિવારણ કરશે. બોર્ડની પરીક્ષા માટે ગાંધીનગર ખાતે હેલ્પ સેન્ટર રાખવામાં આવ્યું હતું. જેના પર કોલ કરીને વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછી શકતા હતા. ત્યારે હવે અમદાવાદ માટે પણ કાઉન્સેલિંગ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. જેમાં 2 નિવૃત આચાર્ય અને 7 આચાર્યની કાઉન્સેલર તરીકે નિમણૂક કરવામાં આવ્યાં છે. અલગ અલગ વિસ્તાર પ્રમાણે કાઉન્સેલર નીમવામાં આવ્યા છે જે માટે તેમાં મોબાઈલ નંબરનું લીસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. સવારે 9 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી આ કાઉન્સેલર ફોન પર વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિવારણ આવશે.