રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
કોરોના કેસમાં દિવસને દિવસે વધારો થતો જાય છે. જેના લીધે સરકારના નિયમનું પાલન કરાવવું અનિવાર્ય છે. જેના ભાગરૂપે હળવદ શહેરના લલીતભાઈ પરમાર અને જગદીશભાઈ ચાવડા બંને પોલીસ કર્મચારી મિત્ર લોકોને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરાવવા અપીલ કરી રહ્યા છે, જેના લીધે કોરોના સામે લડી શકાય અને ગામને કોરોના વાયરસથી દૂર રાખી શકાય. લોકડાઉન શરૂ થયા પછી તમામ કર્મચારી મિત્રો દેશની સેવામાં લાગી ગયા છે. દિવસ અને રાત એક કરીને કોરોના સામે લડત લડી રહ્યા છે. તેઓ નિઃસ્વાર્થ ભાવે દેશને બચાવવા અને કોરોના વાયરસથી લડવા પોતાનું યોગદાન આપી રહ્યા છે. લોકડાઉનમાં અમુક લોકો બીકના માર્યા ધરની બહાર નીકળવાનું પણ પસંદ કરતા નથી આવા કપરા સંજોગોમાં પોલીસ મિત્રો સેવા આપી રહ્યા છૅ જેનો જાહેર જનતા આભાર માની રહી છે અને ખૂબ પ્રશંસા પણ કરી રહી છે.
વિશ્વમાં કોરોના વાયરસનો આક 54 લાખને પાર પહોંચી ગયો છે પણ હજુ વાયરસનો ફેલાવો વધતો જાય છે, જે ઓછો થવાનું નામ જ લેતો નથી એટલે દેશની જનતાએ સાવચેત રહેવું પડશે અને જંગી લડત લડવી પડશે જેમકે પોલીસ કર્મચારી, પત્રકારો, ડોકટરો, સફાઈ કર્મચારીઓ વગેરે મોટી લડત લડી રહ્યા છે. જેમાં જાહેર જનતા સાથ સહકાર આપે અને નિયમનું પાલન કરે એવી નમ્ર વિનંતી છે.