પાનવડ ખાતે તા. 19 માર્ચના રોજ સુજલામ સુફલામ જળ અભિયાન શુભારંભ કાર્યક્રમ યોજવામાં આવશે. તા. 19 માર્ચના રોજ પાનવડ ખાતે સવારે 9-30 કલાકે રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબિબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળ અભિયાન શુભારંભ કાર્યક્રમ યોજવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન-2022 અંતર્ગત ઘડી કાઢવામાં આવેલા આયોજન મુજબ જળસંપત્તિ વિભાગ દ્વારા રૂા. 144.99 લાખના ખર્ચે જળસંચયના 20 કામો હાથ ધરવામાં આવશે. જેનાથી 11.26 લાખ ઘનફુટ પાણીની સંગ્રહશક્તિમાં વધારો થશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા યોજના અંતર્ગત રૂા. 487.29 લાખના 175 જળસંચયના કામો હાથ ધરવામાં આવશે. જેનાથી 10.39 લાખ ઘનફુટ પાણીની સંગ્રહશક્તિ વધશે. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રૂા. 55.82 લાખના ખર્ચે 54 જળસંચયના કામો હાથ ધરવામાં આવશે. જેનાથી 0.31 લાખ ઘનફુટ સંગ્રહશક્તિ વધશે. વોટરશેડ અંતર્ગત રૂા. 38.08 લાખના ખર્ચે 37 જળસંચયના કામો હાથ ધરવામાં આવશે. જેનાથી 0.65 લાખ ઘનફુટ સંગ્રહશક્તિમાં વધારો થશે. નગરપાલિકા દ્વારા રૂા. 25 લાખના ખર્ચે જળસંચયના 9 કામો હાથ ધરવામાં આવશે. આમ, છોટાઉદેપુર જિલ્લામાં રૂા. 751.18 લાખના ખર્ચે જળસંચયના 295 કામો કરવામાં આવશે જેનાથી 22.62 લાખ ઘનફુટ પાણીની સંગ્રહક્ષમતામાં વધારો થશે.
Home > Madhya Gujarat > Chhota Udaipur > જળ અભિયાન કાર્યક્રમ ઘ્વારા છોટાઉદેપુરમાં રૂા. 751.18 લાખના ખર્ચે જળસંચયના 295 કામો કરાશે.