ભારતીય સનાતન સંસ્કૃતિમાં પ્રકૃતિ પૂજાનું વિશેષ મહાત્મ્ય રહેલું છે. વિવિધ વનસ્પતિઓની પણ ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક પૂજન કરવામાં આવે છે. જેમાં તુલસી, પીપળો, વડ, સમી, ઉમેળો, આંકડો જેવા અનેક વનસ્પતિઓની પૂજા કરવામાં આવે છે અને તેના ધાર્મિક મહત્વની સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ રહેલું છે. આયુર્વેદમાં તેના ઔષધીય ગુણો પણ માનવ માટે કલ્યાણકારી છે તેવું વર્ણન રહેલું છે.
ત્યારે શારદા વિદ્યા મંદિર ગોધરા રોડ હાલોલ ખાતે વિદ્યાર્થીઓમાં પણ વનસ્પતિ પ્રત્યે અને પ્રકૃતિ પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ આવે અને સાથે તુલસીનું ઔષધીય મહત્વ સમજે અને સાથે સાથે તેના ધાર્મિક મહત્વ વિશે વિદ્યાર્થીઓ અવગત થાય તે હેતુથી તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જ્યાં તુલસીમાતાને લગતા ગીતો, તુલસી માતા આરતી અને સાથે તુલસીનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજાવતા વક્તવ્યો શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને તુલસીના છોડ ભેંટ કરવામાં આવ્યા હતા અને ઘરે લઈ જઈને તેને ઉછેરવા અને તેનું નિયમિત પૂજન કરવાની સલાહ આપવામાં આવી હતી. પર્યાવરણ જાગૃતિનો પણ સંદેશ આપવામાં આવ્યો હતો.
જાહેરાત