રિપોર્ટર – જયેશ મારડિયા, ઉપલેટા
રાજકોટના ઉપલેટામાં સૌરાષ્ટ્ર કચ્છના માલધારી સમુદાયના યોજાયેલ સંમેલનમાં વિવિધ ક્ષેત્રોના માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને માલધારી સમાજના પાંચ જેટલા મુદાઓને લઈને કરી હતી ખાસ રજુવાત.
રાજકોટના ઉપલેટા તાલુકાના કોલકી ગામ ખાતે સૌરાષ્ટ્ર કચ્છના માલધારી સમાજનું એક મહા સંમેલન યોજાયું હતું જેમાં ભારત સરકારના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરસોતમભાઈ રૂપાલા ખાસ હાજર રહ્યા હતા.
કોલકી ગામે યોજાયેલ આ કાર્યક્રમમાં અલગ-અલગ પંથકના માલધારીઓ બહોળા પ્રમાણમાં જોડાયા હતા અને પરસોતમભાઈ રૂપાલાને માલધારી સમાજની પાંચ જેટલી માંગણીઓ અંગેની ખાસ રજુઆતો કરી હતી ત્યારે કોલકી ગામે યોજાયેલ આ કાર્યક્રમ સૌરાષ્ટ્રના માલધારીઓ અને તેમની પશુઓલાદો ટકાઉ અને વિકાસની દિશા તરફ આગળ વધારવાના હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અલગ-અલગ પંથકના માલધારીઓ પોતાના પશુઓ લઈને આવ્યા હતા અને પ્રદર્શિત પણ કર્યા હતા ત્યારે લોકો પણ આ પ્રદર્શને જોવા અને જાણવા માટે ઉમટી પડ્યા હતા ત્યારે અંતમાં સરકાર મદદરૂપ થવાના તમામ પ્રયાત કરે છે તેવું પણ પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું. ઉપલેટાના કોલકી ગામે યોજાયેલ આ કાર્યક્રમ બાદ માલધારી સમાજના આગેવાને આ કાર્યક્રમ અંગે મીડિયા શમક્ષ વાત કરતા અલગ જ બોલ્યા હતા જેમાં તેમને જણાવ્યું હતું કે માલધારીઓને ચરાવવા માટે પુરતી સુવિધા નથી અને સાથે જ જણાવ્યું હતું કે માલઢોરને રાખવા માટેની પણ વ્યવસ્થા નથી તેવી બાબતે પોતાની વ્યથા પણ ઠાલવી હતી અને સાથે એવું પણ જણાવ્યું હતું કે આ પ્રકારના અનેકો વચનો અગાઉ પણ ઘણા મળેલ છે પણ કોઈ લાભ મળશે કે કેમ તેને લઈને પણ મીડિયા શમક્ષ જણાવ્યું હતું.