રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આગામી ૯ તારીખે ભાવનગર શહેરની મુલાકાતે પધારી રહ્યા છે પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર ભાવનગર ખાતે પધારી રહેલ પ્રદેશ અધ્યક્ષશ્રીની આવકારવા સમગ્ર ભાવનગર મહાનગરના કાર્યકર્તાઓ અને સંગઠનની ટિમ તડામાર તૈયારીઓ નો પ્રારંભ થયો હતો. પ્રદેશ અધ્યક્ષશ્રી પાટીલ સાહેબનું ભાવનગરની સંસ્કારી નગરીમાં ભવ્ય અને દિવ્ય સન્માન થાય અને ભાવેણાને છાજે એ રીતે તેમને ભવ્ય આવકાર સાથે આગામી ચૂંટણીનું રણશીંગા ફૂંકાવા ભાવનગર મહાનગરના પ્રત્યેક કાર્યકર્તા થનગની રહ્યા છે ત્યારે તેઓના આગામી 9 તારીખના કાર્યક્રમની રૂપરેખા અને કાર્યક્રમના આયોજનને આખરી ઓપ આપવા માટે પ્રદેશ ભાવનગરના પ્રભારીશ્રી મહેશભાઈ કસવાલા ની ઉપસ્થિતિમાં શહેર ભા.જ.પા. કાર્યાલય પર અગત્યના અને વ્યવસ્થામાં જવાબદાર કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી જેમાં પ્રભારીશ્રી મહેશભાઈ કાસવાલાએ આગામી કાર્યક્રમ સંદર્ભે માહિતી આપી અને ભવ્ય અને દિવ્યા સ્વાગત કઈ રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આજની બેઠકમાં પ્રભારી મહેશભાઈ કસવાલા, શહેર અધ્યક્ષશ્રી સનતભાઈ મોદી, મહામંત્રીશ્રી વનરાજસિંહ ગોહિલ,મહેશભાઈ રાવલ, રાજુભાઇ બામભાણીયા, સંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ પ્રમુખશ્રી અમોહભાઈ શાહ, ગીરીશભાઈ શાહ, ભરતસિંહ ગોહિલ સહિત સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકામ સંબંધે વિવિધ જવાબદારી ધરાવતા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તેમ શહેર પ્રવકતા આશુતોષ વ્યાસની યાદીમાં જણાવાયું હતું.