બનાસકાંઠા : કાંકરેજ તાલુકાના ચેખલા ગામે સરપંચ ની ચૂંટણીમાં આખરે કોર્ટમાં ચુકાદો.

Banaskantha Latest

રિપોર્ટર – વી કે ડાભાની, બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના ચેખલા ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણી માં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી જેમાં અંદાજે ૨૮ મતો માટે હાર જીત બાબતે શિહોરી જયુડિશિયલ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી ત્યારે હવે આજે નામદાર કોર્ટે ચુંટણી અઘિકારી અને બંને ઉમેદવારો તેમજ નામાંકીત ધારાશાસ્ત્રી તરિકે ખ્યાતનામ કાંકરેજ તાલુકાના ડી. કે. ડાભી જે ગજરાબેન વંદનજી દુચેચા ને જેતે સમયે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે વકીલ તરિકે છે.અને સામે પક્ષે વિદ્વાન ધારાશાસ્ત્રી તરિકે ડિસા ના ગંગારામ પોપટલાલ ભારતીબેન સોલંકી હારેલા સરપંચ ના વકિલ એ શિહોરી કોર્ટમાં જ્યુડી શિયલ  જજ શ્રી મનીષા સ્વામી અને સરકારી વકીલ શ્રી ભરત કેલા એ દલીલો કરી હતી અને રી કાઉન્ટીંગ માંગતા ૧૧/૩/૨૦૨૨ ના રોજ બપોરે બે વાગ્યે ફરીથી મતગણતરી હાથ ધરવામાં આવતાં બંને બાજુ ના પક્ષો ના લોકોનાં ટોળાં કોર્ટ બહાર જજમેન્ટ સાંભળવા માટે એકઠા થયા હતા જોકે નામદાર કોર્ટે ગજરાબેન દુધેચા ને 28 મતે વિજયી  નિર્ણય આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત એ છે કે ડિસા સેશન્સ કોર્ટે સરકારી વકિલ તરિકે સુરેશ જોશી (ડીસા એડિસન પીપી) અને ચુંટણી અધિકારી શ્રી જીગર ચૌધરી ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં નામદાર કોર્ટે વિજેતા ઉમેદવાર તરીકે ગજરાબેન દુધેચા ને જાહેર કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *