રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
વાહનચાલકો ભોગવી રહ્યા છેહાલાકી.
આર & બી વિભાગ નું તંત્ર નિંદ્રાધીન…..
અંબાજી થી આબુરોડ જતાં સરહદ છાપરી સુધી ગુજરાત માર્ગ અને મકાન વિભાગ ની હદ લાગે છે ત્યારે અંબાજી થી છાપરી વચ્ચે બનવવામાં આવેલો નવીન માર્ગ આર.& બી વિભાગ દ્વારા થયેલા રોડનાં કામની હકીકત છતી કરે છે.૨ વર્ષ પહેલાં બનાવવામાં આવેલા આ ડામર રોડ પર ગયા વર્ષે વરસાદ પડ્યા બાદ પણ અમુક જગ્યાએ થી ખાડા પડી ગયા હતા તેમજ અમુક રસ્તો ધોવાણ થયા બાદ તેને ફરી થી થીગડા મારી ને રિપેર કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આ વરસાદી સીઝન માં થીગડાં મારેલ અને અન્ય બાકી રહેતો સારો માર્ગ પણ વરસાદ નાં પાણી માં ધોવાઈ ગયેલ છે જેના કારણે રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી જવા પામ્યા છે તેમજ ડામર રોડ. પરની ઝીણી કપચી વેર વિખેર થયી જવા લાગી છે જેના કારણે રસ્તા પર ડામર રોડ કરતા કપચી વાડો કાચો રોડ વધારે દેખાઈ રહ્યો છે.
અંબાજી થી સરહદ છાપરી અને ત્યાર બાદ રાજસ્થાન તરફ જવા માટે નો આ માર્ગ પર ૨૪ કલાક વાહન વ્યવહાર ચાલતો હોય છે તેવામાં સાંકડા અને ધોવાઈ ગયેલા માર્ગ ને કારણે વાહન ચાલકો ને ને હેરાન થવું પડી રહ્યું છે ,દિવસ રાત ચાલતા આ માર્ગ પર નાના મોટા તેમજ બસ અને માલ વાહક મોટા વાહનો ની તેમજ અંબાજી દર્શનાર્થે આવનારા યાત્રિકો અને ગુજરાત થી રાજસ્થાન, માઉન્ટ આબુ ફરવા જતા યાત્રિકો ની જવરના રહે છે અને આવા તૂટેલા અને બિસ્માર થયી ગયેલા માર્ગ પર ચાલવું એટલે સમય, ઇંધણ નો વધુ વપરાશ તેમજ અકસ્માત નો ભય પણ રહેલો છે. એક તરફ તૂટેલા માર્ગ ને લીધે વાહન ને નુકસાન નાં પહોંચે તે તકેદારી રાખતા બીજી તરફ નદી પટ ને અડી ને ચાલતા માર્ગ પર જો વાહન નાં વજન અને ભેજ ને લીધે જમીન દબાઈ જતાં વાહન નાં ખૂંપી જવાનો અથવા નદી માં પડવાનો ભય રહે છે જે તરફ કોઈ સરકારી અધિકારીનું ધ્યાન જતું નથી . આર & બી વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી ને વરસાદ ના ધોવાતાં રસ્તા તેમની કામગીરી ને છતી કરે છે વર્ષે દહાડે કરોડો રૂપિયા નાં રોડ નાં કામ મેળવતું આર & બી વિભાગ કામ માં કચાશ રાખી ને 5 વર્ષ પણ નાં ચાલે એવા રસ્તા બનાવી ને સરકાર અને લોકો નાં પૈસા ની બરબાદી કરી રહ્યા છે .જે અંગે સરકાર એ સજાગ થયી ને આમ જનતા નાં પૈસા નો ઉપયોગ જે જાહેર હિત નાં કામો માં થયી રહ્યો છે તે અંગે તકેદારી રાખવાની જરૂર છે.અને હાલ નાં રોડ ની સ્થિતિ પર ધ્યાન આપી નવો મજબૂત અને ટકાઉ રોડ બનાવે અથવા દુર્દશા પામેલ રોડ ને તાત્કાલિક સુધારો થાય તેવી લોક માંગ છે.