અમદાવાદમાં કોરોના સંક્રમણની સ્થિતિ સુધરતા આ વર્ષે ફટાકડાં વેચવા માટે ફાયર વિભાગ પાસે મંજુરી માંગતી ૨૫૦ જેટલી સિઝનલ અને કાયમી વેચાણ કરનારા વેપારીઓ દ્વારા અરજી કરવામાં આવી છે.ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટની મળેલી પ્રતિક્રીયા મુજબ, સાત ઝોન પૈકી પૂર્વ ઝોનમાં છ અરજી, પશ્ચિમ ઝોનમાં ૩૫ અરજી, દક્ષિણ ઝોનમાં ૨૧ અરજીઓ મંજુર કરવામાં આવી છે.ઉપરાંત ઉત્તર ઝોનમાં ૩૯ અરજી, મધ્ય ઝોનમાં ૩૯ અરજી તથા ઉત્તર- પશ્ચિમ ઝોનમાં છ અરજી તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં છ અરજી મંજુર કરવામાં આવી છે.વધુ સો અરજીઓમાં સ્થળ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
૪ નવેમ્બરના રોજ આવી રહેલા દિવાળી પર્વ અગાઉ અમદાવાદમાં ફટાકડાંનુ વેચાણ કરવા મંજુરી માંગતી ૧૫૦ અરજીઓ ફાયર વિભાગ તરફથી મંજુર કરવામાં આવી છે.વધુ સો જેટલી અરજીઓ અંગે ઈન્સપેકશન ચાલી રહ્યુ છે.જાહેર રસ્તા ઉપર કે મંડપો ઉભા કરીને ફટાકડાના કરવામાં આવતા વેચાણ અંગે મંજુરી આપવામાં નહીં આવે એમ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે
.