રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા
હિંમતનગર તાલુકાના ચાંદરણી ગામ ખાતે ભાટી સમાજના કુળદેવી સ્વાંગિયાજી માતાજીનું મંદિરમાં ૨૫ વર્ષ થી પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે.ગુજરાત ભર માથી ભાટી સમાજના પરિવાર અહી દર્શનાર્થે આવે છે..
પાટોત્સવ કાર્યક્રમ દરમ્યાન રાજપૂત સમાજ મા જેમને નોકરી કે રાજકીય ક્ષેત્રમા વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હોય તથા વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, ભાટી સમાજના અધ્યક્ષ અશોકસિંહ ભાટી દ્વારા જણાવવામાં આવ્યું હતું. કે સમાજમા સન્માનિત કાર્યક્રમ કરવાથી યુવાનોમા ઊર્જા વધે છે, અને દિન પ્રતિદિન સમાજ પ્રગતિના પંથે છે. જેનું અમને ગર્વ છે.
આ સમારંભમાં અધ્યક્ષ લાલસિંહ ભાટી, તથા મુખ્ય મહેમાનમાં લાલસિંહ ચૌહાણ (પ્રમુખ અરવલ્લી જિલ્લા પંચાયત) , રાજેન્દ્રસિંહ ભાટી (વા,ચેરમેન, સા.કા.બેંક) , રાજેન્દ્રસિંહ કુંપાવત (પુ,પ્રમુખ સાબરકાંઠા જિલ્લા પંચાયત),ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત (સંસ્થાપક વિર પ્રતાપ ફાઉન્ડેશન) સત્યજીત સિંહ કુંપાવાત (સલાહકાર રાજપૂત સમાજ) , હિતેન્દ્રસિંહ ચૌહાણ (ચેરમેન ખેતીવાડી,સા.કા.જી. પં) , નીલામકુંવરબા સિસોદિયા (ચેરમેન, એ. પી.એમ.સી.ભિલોડા) , હાજર રહ્યા હતા..
આશીર્વચન આપવા બ્રહ્માકુમારી સંસ્થામાથી રાજયોગની હંસાબેન, કોમલ બા, શોભાના બા, ઉષાબેન પધાર્યા હતા, સમાજને કયા કાર્યો કરવા તથા સમાજની પ્રગતિ માટે આશીર્વાદ આપ્યા હતા.કાર્યક્રમને શફળ બનાવવા ભાટી સમાજના મંત્રી સમેરસિંહ ભાટીએ ભારે જહેમત ઉઠાવી હતી.