ગરબે કી રાત ગીતમાં ડાન્સની અશ્લીલતાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગીતમાં “રમવા આવો માંડી રમવા આવો, આજ માત મેલડી રમવા આવો.તેવા શબ્દનો ઉપયોગ કરાયો છે. પરંતુ ગીતની કોરિયોગ્રાફીમાં મોટી ક્ષતિ છે. લિરિક્સ જ્યારે વાગે છે. ત્યારે નીયા શર્મા અશ્લિલ ડાન્સ કરતી જોવા મળી રહી છે. જેને લઈને ભારે વિવાદ સર્જાયો છે.માતાજીના આરાધનાનું પર્વ પૂર્ણ થાય તે પહેલા જ એક ગીતમાં હિન્દુ ધર્મની લાગણી દુભાતા દૃશ્યો જોવા મળતા વિવાદ સર્જાયો છે.ગાયક રાહુલ વૈદ્ય અને ભૂમિ ત્રિવેદીના આલ્બમ ‘ગરબે કી રાત’માં માતાજીના ગરબાના ગીત સાથે અશોભનીય દૃશ્યો બતાવાતા ભાવિકો એ રોષ વ્યક્ત કર્યો. ગીતના વિરોધમાં કલાકારો પણ મેદાને આવ્યાં છે.રાજકોટમાં સાયબર ક્રાઈમ હેઠળ ફરિયાદ નોંધવા અરજી કરાઈ છે. આ ઉપરાંત માઁ મોગલ અને માઁ મેલડીના આ ગીતમાં ગરબા સાથે અશ્લિલ ડાન્સ-દ્રશ્યો આવતા સોશિયલ મીડિયા પર ભારે વિરોધ નોંધાઈ રહ્યો છે.લોક સાહિત્યકાર રાજભા ગઢવીને આ ગીત તેમના ચાહક વર્ગ દ્વારા મોકલવામાં આવ્યું હતું. અને ગીતમાં વર્ણવાયેલા શબ્દો અને ડાન્સને લઈને મોટો વિરોધ કરવામાં આવ્યો છે. રાજભા ગઢવીએ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે ,કે માતાજીના નામે આવી અશ્લિલતા નહીં ચલાવી લેવાય…જોકે, મોગલધામ લુવારીયાના વહીવટકર્તા અને મૂળ લાઠી અને હાલ રાજકોટના કાલાવડ રોડ પર રહેતા એડવોકેટ કુલદીપ આર. દવેએ સાયબર ક્રાઈમમાં અરજી કરતા કહ્યું છે કે, હિન્દૂઓની ધાર્મિક લાગણી દુભાવનાર તે પ્રકારના વીડિયો બનાવનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમ કહ્યું છે.
Home > Saurashtra > Rajkot > વિવાદ :ભૂમિ ત્રિવેદી-રાહુલ વૈદ્યના ‘ગરબે કી રાત’ આલ્બમમાં અશોભનીય દૃશ્યો સામે રોષ