રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
કાર્યક્રમના શુભારંભ પુર્વે ગુજરાતભરના કરણી સેનાના હોદેદારો આમંત્રિત મહેમાનોનું ઢોલ સરણાઈના સંગાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના શુભારંભે માં શકિત કરણી માતાને નમન કરી દિપ પ્રાગટય કરી આમંત્રિત મહેમાનોનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.કેશોદ તાલુકાના રાજપુત કરણી સેના હોદેદારોની આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે વરણી કરવામાં આવી હતી.
ક્ષત્રિય સમાજનું સંગઠન મજબુત કરવા ઈતિહાસ અને અસ્મિતાની જાળવણી કરવી તેમજ અઢારે વરણને ક્યાય અન્યાય થતો હોય ત્યારે રાજપુત કરણી સેના અડીખમ ઉભી રહે તેવા ઉદેશ સાથે ગુજરાત ભરમાં રાજપુત કરણી સેનાની તમામ જીલ્લા તાલુકા મથકોએ હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે. ત્યારે કેશોદ તાલુકા રાજપુત કરણી સેનામાં કોયલાણાના પ્રતાપસિંહ રાયજાદાની કેશોદ તાલુકા પ્રમુખ સહીત અન્ય હોદેદારોની વરણી કરવામાં આવી હતી.રાજપુત કરણી સેના પ્રદેશ અધ્યક્ષ ગુજરાત જે. પી. જાડેજાએ મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે સરકાર તથા જુનાગઢ સતાધિશોને જણાવતા કહ્યું હતું કે સોરઠના પ્રજા વત્સલ રાજવી નવઘણનું સ્ટેચ્યુ ટુંક સમયમાં મંજુર કરવામાં આવે અને જુનાગઢની સારી જગ્યામાં મુકવામાં આવે તેવી રાજપુત કરણી સેનાની પ્રખર માંગ છે. જે બાબતે રાજપુત કરણી સેના દ્વારા ટુંક સમયમાં મુહીમ ચલાવવામાં આવશે.રાજપુત સમાજ કરણી સેના હોદેદારોની વરણી કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જે. પી. જાડેજા સૌરાષ્ટ્ર અધ્યક્ષ કૃષ્ણસિંહ જાડેજા રાજકોટ શહેર ઉપાધ્યક્ષ ઈતિરાજસિંહ જાડેજા જુનાગઢ જિલ્લા અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલા માણાવદર તાલુકા અધ્યક્ષ મહેન્દ્ર ચુડાસમા જુનાગઢ જિલ્લા ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ખુમાણ કેશોદ તાલુકા રાજપુત સમાજ પ્રમુખ હરદેવસિહ રાયજાદા તથા રાજદિપસિંહ જાડેજા હરપાલસિંહ ઝાલા જીતેન્દ્રસિંહ સોલંકી જયદિપસિંહ સરવૈયા સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત રેવતુભા રાયજાદાને કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહાવીરસિંહ જાડેજાએ કર્યુ હતુ.
ઉપસ્થિત આગેવાનોએ કેશોદ તાલુકા કરણી સેનાના નવ નિયુક્ત હોદ્દેદારોને પોતાની ફરજ સમાજની એકતાની કામગીરી સંગઠન મજબુત બનાવવા માર્ગદર્શન કરણી સેનાના નેજા હેઠળ આગામી આયોજનો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં કેશોદ તાલુકાના રાજપુત સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.