કેશોદ એસટી ડેપોમાં એસટીના પ્રશ્નો રજુઆત અંગેનો કાર્યક્રમ યોજાયો.

Junagadh

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ

એસટીના અધિકારીઓ કેશોદ તાલુકા સરપંચ યુનિયન માળીયાના સરપંચની ઉપસ્થિતિમાં એસટીના પ્રશ્નો રજુઆતો અંગે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં થયેલી રજુઆતોને હકારાતમક પરિણામની એસટી અધિકારીએ ખાત્રી આપી હતી.
કેશોદ તાલુકાના તમામ ગામો અને માળીયા હાટીના તાલુકાના આઠેક ગામોના એસટી બાબતના પ્રશ્નો અને રજુઆત બાબતે કેશોદની એસટી ડેપોમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિભાગીય પોઈન અધિકારી એસટી જીનાગઢ આર. ડી. પીલવાયકરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં કેશોદ તાલુકાના તમામ ગામો તથા માળીયા હાટીના તાલુકાના આઠેક ગામોના એસટીના પ્રશ્નો રજુઆતોની ચર્ચા કરવામાં આવી હતી જે રજુઆતો બાબતે હકારાત્મક પ્રયત્નો કરવામાં આવશે તેવુ એસટી હોદેદારોએ જણાવ્યું હતું. જે તે ગામોમાં એસટીને લગતા કોઈ પ્રશ્નો રજુઆતો હોય ગ્રામ પંચાયતના ઠરાવ સાથે એસટી વિભાગને જાણ કરવા એસટી અધિકારીએ જણાવ્યું હતું. કેશોદ એસટી ડેપોમાં યોજાયેલા કાર્યક્રમમાં આર. ડી. પીલવાયકર વિભાગીય પોઈટ અધિકારી, એસટી વિભાગ જુનાગઢ, એલ. ડી. રાઠોડ કેશોદ ડેપો મેનેજર, કેશોદ ડેપો કર્મચારીઓ કેશોદ તાલુકા સરપંચ યુનિયન પ્રમુખ રામભાઈ હડીયા કેશોદ, માળીયા તાલુકાના સરપંચ સહીત ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
તમામ ગામોના ગ્રામજનોને એસટી બસની સુવિધાનો લાભ લેવા એસટી અધિકારીએ જણાવ્યું હતું
કેશોદ ડેપો મેનેજર એલ. ડી. રાઠોડે કાર્યક્રમની આભારવિધી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *