કેશોદના ઇતિહાસમાં પ્રથમ એવા ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારી મળ્યા જેણે પોલીસ જનતાની મિત્ર સુત્રને ખરેખર સાર્થક કરી બતાવ્યું.

Junagadh

કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ અધિક્ષક જે.બી ગઢવીએ કેશોદમાં ત્રણેક વર્ષથી ફરજ બજાવી રહયા છે. પોતાની ફરજ બજાવવાની સાથે સાથે લોક ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિ તેમજ પર્યાવરણ જતન અને રખડતા ગૌવંશ પશુઓને આશ્રય આપવા સાથે ઝુંપડપટ્ટીના ગરીબ પરિવારોને અનાજની કિટ નાસ્તો તહેવારો નિમીતે મીઠાઈ ફરસાણ ગરીબ પરિવારના બાળકોને કપડા બુટ ચંપલ રમકડા તથા ઝુંપડપટ્ટીમાં રહેતા પરિવારોને રાત્રે જીવ જંતુથી બચવા આશરે ચાલીસ પરિવારોને ખાટલાઓ આપ્યા છે. તેમજ ડી.વાય.એસ.પી કચેરીમાં આશરે ત્રણસોથી વધુ વૃક્ષોનું વાવેતર કરી ઉછેર કરવામા આવી રહ્યો છે. એ સિવાય ચારસો જેટલા ગુલાબ સહીત અન્ય ફુલઝાડનું પણ ડી.વાય.એસ.પી કચેરીમાં વાવેતર કરી જતન કરવામાં આવી રહ્યું છે. તદ્ઉપરાંત રખડતા ગૌવંશ રોડ ઉપર અકસ્માતનો ભોગ બનતા હોય તેથી ડી.વાય.એસ.પી કચેરી આગળ શેડ બનાવી આશરે ચાલીસ જેટલા ગૌવંશને ઘાંસચારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

કેશોદ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડી.વાય.એસ.પી જે. બી. ગઢવી પોતાની ફરજ દરમીયાન લોકો કોઈ કામ અર્થે ગયા હોય તો લોકોને ક્યારે પણ એવું નથી લાગ્યું કે અમે પોલીસ સ્ટેશનમાં કામ અર્થે આવ્યા છીએ આવા સરળ સ્વભાવના અધિકારી કેશોદમાં લોકોના હૃદયમાં જ નહીં પરંતુ પુરા પોલીસ સ્ટેશનમાં સ્ટાફ સાથે પણ લોક ચાહના મેળવનાર ડીવાયએસપી જે. બી. ગઢવીની ઓફિસ કેશોદથી ત્રણ કિલો મીટર દુર માંગરોળ રોડ પર 20-1-2021ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી કેશોદ ITI ખાતે કાર્યક્રમમાં આવ્યા ત્યારે કેશોદની DYSP કચેરીનું ઈલોકાર્પણ થયું હતું.

જેને થોોડા જ સમયમાં કેશોદના જ નહીં પરંતુ આજુબાજુના વિસ્તારના લોકોને પણ પોલીસ અધિકારીની કચેરીને જોતા રાજ મહેલને પણ ઝાખો પાડી દે તેવું શુશોભન કરનાર સરળ સ્વભાવના જે. બી. ગઢવી અને તેમનો સ્ટાફ પણ ફ્રી સમયને બરબાદ ન કરતા તેનો ઉપયોગ ઓફિસની કામગીરી પુરી કરીને પણ પોતાનું ઘરનું જ કામ હોય તેમ સમજી ને રોજ ફૂલ ઝાડ તેમજ અન્ય કામગીરીમાં જે. બી. ગઢવી અને તેમના સ્ટાફની મહેનત હવે તો રોડ પરથી પસાર થતા લોકો પણ એક વખત અંદર આટો મારવા જવાની ઈચ્છા થાય તેવું નયનરમ્ય વાતાવરણમાં ઓફિસની આજુબાજુમાં રહેતા શ્રમિક લોકોના બાળકો માટે રોજ બાળકોને રમવા માટેની રાઈડ્સ અને હીંચકાઓ પણ ફિટ થયા એ સિવાય પણ નાના બાળકો માટે અલગ અલગ રમકડાઓ તેમજ રોજ આવતા ગરીબ પરિવારના તમામ બાળકોને નાસ્તાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે.

માંગરોળ રોડ પરથી પણ પસાર થતા લોકોને પણ એક વખત DYSP કચેરી સામે ધ્યાન ન ખેંચાય એવું તો બનેજ નહીંડી.વાય.એસ.પી ગઢવીએ જણાવ્યું હતું કે કે ઝુપડપટ્ટીધારકોને સરકાર દ્વારા અનાજ મળી રહે તેમજ તેમના બાળકો માટે શિક્ષણની સુવિધા મળે તેવા પ્રયત્ન કરવામાં આવશે. ત્યારે ડી.વાય.એસ.પી.ની ફરજ બજાવવા સાથે સાથે લોક ઉપયોગી કાર્ય કરતા ડી.વાય.એસ.પી જે. બી. ગઢવીની અનોખી સેવાભાવી કાર્ય શૈલિને લોકો બિરદાવી રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *