રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
જૂનાગઢ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ 2021ની ઉજાણીના ભાગ રૂપે માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે પોલીસના પી.એસ.આઈ.બી.કે.ચાવડા તેમજ પોલીસ સ્ટાફ જીઆરડી, સાહિત આગેવાનો દ્વારા માંગરોળ પોલીસ સ્ટેશન ના પટાંગણમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું. જેમાં માંગરોળ નગર પાલિકા સદસ્યો ભાજપના શહેર પ્રમુખ લીનેશ સોમૈયા તેમજ સંજીવની નેચરના નરેશ ગોસ્વામી નિલેશ રાજપરા પ્રફુલભાઈ નાંદોલા તેમજ પત્રકારો મિત્રો હજાર રહ્યા હતા.