રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમા આવેલા રાજ્યધોરી માર્ગ ઉપર ચોમાસાના ભારે વરસાદને કારણે ઠેર ઠેર ખાડાઓ પડી જતા, તેના સુધારણાનુ કાર્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયુ છે..
સાબરકાંઠા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ઠેર ઠેર વરસાદી પાણીને કારણે ખાડાઓ પડી ગયા છે. નરોડા-દહેગામ-હરસોલ, હિંમતનગર- તલોદ- ઉજેડિયા, હિંમતનગર- ઇડર- ખેડબ્રહ્મા જેવા મુખ્ય મથક હિંમતનગરને જોડતા માર્ગ રાજ્ય ધોરીમાર્ગોનુ સમારકામ કરવામાં આવ્યું છે..
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા તૂટી ગયેલા ખરાબ રોડ રસ્તાઓની વોટ્સેપ નંબર દ્રારા ફરીયાદોની અપીલના પગલે રાજ્યમાં તા.૧ ઓક્ટોબર થી રાજયભરના આવા માર્ગોનુ સુધારણા અભિયાન આદર્યું છે. જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના અન્ય ધોરી માર્ગો ઉપર વિવિધ ટીમને કામે લગાડી, માર્ગ સુધારણાની કામગીરી હાથ ધરવામા આવી છે. જરૂર પડ્યે વધુ ટીમોની સેવા ઉપલબ્ધ કરાવી શકાય તે માટે સ્ટેન્ડ બાય ટિમ પણ તૈનાત કરવામા આવશે..
ઉલ્લેખનીય છે કે,માર્ગ મકાન વિભાગ હસ્તક ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા- આંતરસુબા રોડ, પોશીના તાલુકાના કાલીકાંકર-આંજણી રોડનુ સમારકામ કરવામાં આવ્યું હતું. સાથે પેવર મશીન રોલર દ્રારા પેવર પટ્ટાની કામગીરી પ્રગતી હેઠળ છે. તેમ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જણાવવામા આવ્યુ હતું.