રિપોર્ટર :શાહબુદ્દીન શીરોયા સાબરકાંઠા
૭ વર્ષની દીકરી ક્રિશ્ટી જન્મ થી થેલેસેમિયા બીમારી થી પીડાઇ રહી છે. દીકરીને દર ૧૦-૧૫ દિવસે બ્લડની બોટલ ચડવવામાં આવે છે, દીકરી ની તબિયત બગડતી જતી હોવાથી થોડા સમયમાં દર ૭ દિવસે બ્લડ ચડાવવું પડશે..
રવિશકુમારના ઘરે દુઃખમા એક ખુશીનું આશાનું કિરણ ત્યારે આવ્યું જ્યારે તેમની દીકરી ક્રિસ્ટી માટે પોતાની લાડકી બીજી નાની દીકરીનો બોર્નમેરો મેચ થયો, પોતાની બહેન સારું જીવન જીવે એ માટે પોતાની મોટી બહેન ને નાની બહેન પોતાના બોર્નમેરો આપી જીવ બચાવશે..
ક્રિસ્ટીને થેલેસેમીયા નામની ગંભીર બિમારીની બોર્નમેરો સારવાર માટે રૂપિયા ૧૭,૫૦,૦૦૦/- ની ખર્ચ છે.પરંતુ આ સારવાર માટે મુનિ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોસ્પિટલ,ગોરજ, વડોદરા દ્વારા ફક્ત રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- માં કરી આપે છે. ડૉ.શૈલેષ કુમાર ની દેખરેખ હેઠળ કરવામાં છે, ૫,૦૦,૦૦૦/- ની રકમ આયુષ્માન કાર્ડ તથા આશ્રમ ની સહાય થી થઈ જાય એમ છે..
વીરપ્રતાપ ફાઉન્ડેશન દ્વારા ચેક આપી તથા ફાઉન્ડેશનના સભ્યો દ્વારા સોશ્યલ મીડિયા અને મિત્રવર્તુળ દ્વારા એકાઉન્ટમાં મદદ કરવામાં આવી રહી છે..હવે માત્રને માત્ર રૂપિયા ૫,૦૦,૦૦૦/- ની છે. તો આ સામાન્ય આવક ધરાવતા પરિવારની આ નાનકડી દિકરી ક્રિસ્ટીને બચાવવા માટે સર્વ સમાજ દ્વારા માનવતાના ધોરણે મદદરૂપ થવા વિર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા વિનંતી કરવામાં આવે છે..