રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
જુનાગઢ માળીયા હાટીના તાલુકામાં યુથ કોંગ્રેસ પ્રમુખ પિયુષ પરમાર દ્વારા જન સંપર્ક યાત્રા શરૂ કરાઇ..
2022 ની વિધાનસભા ચુંટણી નજીક આવતાની સાથે તમામ પક્ષો પોતાના મતદારોને રીજવવાની કોષિશ કરી રહયા છે. ત્યારે માળીયા હાટીના તાલુકામાં પ્રથમ વખત કોંગ્રેસના પિયુષ પરમાર દ્વારા જન સંપર્ક યાત્રા શરૂ કરાઇ ચુકી છે. અને ગામડે ગામડે ફરીને લોકોની વેદના જાણી જેતે લાગુ તંત્રને તેમની રજુઆતો કરીને લોકોના પ્રશ્નોના નિરાકારણ થાય તે હેતુ સાથે આ જનસંપર્ક યાત્રાની શરૂઆત કરાઇ છે.ખાસ તો માંગરોળ માળીયા વિધાનસભા કોંગ્રેસના ગઢ મનાઇ છે અને લોકોને પણ કોંગ્રેસ ઉપર વિશ્વાસ છે. જેથી આ જન સંપર્કમાં હજારો લોકોએ પોતાની સમસ્યાઓની ફરીયાદો કરી છે પરંતુ આ ફરીયાદોનો નિકાલ કયારે થશે તેતો જોવા નું જ રહયું.