રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
સોરઠ ની સંસ્કૃતિ અને ઇતિહાસ રાણી રાણકદેવી સાથે જોડાયેલી છે – કેશોદ રાજપૂત સમાજ
પ્રવાસન વિભાગ દ્વારા રાણકદેવી મહેલને જુમ્મા મસ્જિદ ગણાવતાં આવેદનપત્ર આપી વિરોધ શરૂ
કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘ દ્વારા આજરોજ નાયબ કલેકટર ને જુનાગઢ ઉપરકોટમાં આવેલ મહારાણી રાણકદેવી નાં મહેલને પ્રવાસન વિભાગ દ્વારા જુમ્મા મસ્જિદ સાથે જોડી સોરઠની સંસ્કૃતિ ને લાંછન લગાડનાર પ્રવૃત્તિ ગણાવી ભુલ સુધારી રાજપૂત સમાજની ગરિમા જાળવવા અપીલ કરી છે. કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘ દ્વારા એવી રજૂઆત કરી હતી કે કાઠીયાવાડ માં ચુડાસમા રાજવંશ ની શરુઆત ઈ.સ. ૮૭૫ થી શાશન હતું ૬૦૦ વર્ષનાં હિન્દુત્વ નાં પ્રતિક સમાન શાસનમાં ઉપરકોટ નો કિલ્લો, અડીકડી વાવ, નવઘણ કુવો, રાણકદેવી મહેલ,ખાપરા કોડિયાના ભોંયરા હાલ પણ હયાત છે અને હિન્દુ સંસ્કૃતિ અને સ્થાપત્ય કળા ના બેનમૂન નમૂનારૂપ પ્રસિદ્ધ છે. જેના આધાર પુરાવા ઈતિહાસ માં અને સાહિત્ય તેમજ લોકસાહિત્ય માં ઉપલબ્ધ છે. કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજા રજવાડાઓ થી ભરપુર રાજપૂત સમાજના ઇતિહાસ માં છેડછાડ કરી ક્ષત્રિય સમાજ ની અવગણના કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. કેશોદ રાજપૂત યુવા સંઘ સહિતના આગેવાનો દ્વારા લેખિતમાં આવેદનપત્ર આપી માંગણી કરી છે કે જુનાગઢ ઉપરકોટ માં રાણી રાણકદેવી મહેલ સાથે જુમ્મા મસ્જિદનું બોર્ડ પ્રવાસન વિભાગ દ્વારા લગાવવામાં આવેલું છે તે દુર કરી માત્ર ને માત્ર રાણકદેવી મહેલ દર્શાવવામાં આવે તેવી માંગ સાથે રાજપુત સમાજે ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યું.