રિપોર્ટર ;શાહબુદ્દીન સિરોયા સાબરકાંઠા
,ગુ.રા.મા.વા.વ્ય.નિગમના કર્મચારીઓના ઘણા લાંબા સમયથી પડતર પ્રશ્નો માટે નિગમના ત્રણેય માન.સંઘઠનો દ્વારા લેખીત તેમજ મૌખિક રજુઆતો નિગમ કક્ષાએ તેમજ સરકારમાં કરવા છતાં આજ દિન સુધી તે પ્રશ્નોનો કોઈ જ નિકાલ આવ્યો નથી. અને તેના કારણે કર્મચારીઓમાં હતાશા અને નિરાશા વ્યાપી છે .
નિગમના ત્રણેય માન.સંઘઠનોની બનેલી સંકલન સમિતિની તારી ૨૬/૦૮/૨૦૨૧ ના રોજ મળેલી મીટીંગમાં સર્વાનુમતે લિધેલા નિર્ણય મુજબ કર્મચારીઓના લાંબા સમયના પડતર પ્રશ્નોના મુદ્દાઓ સાથેનું આવેદન પત્ર નિગમના માન.એમ.ડી. તેમજ સરકારના.મુખ્યમંત્રી, મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મઁત્રીને પાઠવવામાં આવ્યું છે..
રાજય સરકારના હસ્તકના તમામ બોર્ડ/નિગમો,એકમોના તમામ કર્મચારીઓને આ લાભ ચુકવી આપ્યો છે..
માત્ર એસ.ટી.નિગમના કર્મચારીઓ પ્રત્યે ઓરમાયુ વર્તન દાખવીને આ લાભ આપવામાં આવ્યો નથી.જેથી આ પ્રશ્નોનો તાત્કાલીક નિકાલ ન આવે તો કામદાર પ્રશ્નોને વાચા આપવા અને નિરાકરણ માટે ગાંધી ચિંધ્યા માર્ગે તબકકાવાર આંદોલન નકકી કરવામાં આવ્યું છે..
જે મુજબ આ સાથે એસ.ટી.નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો તાત્કાલિત નિકાલ આવે તે માટે સરકારમાં યોગ્ય રજુઆત કરવામાં આવી.