હિંમતનગર બગીચા વિસ્તારમાં આવેલા સંસ્કાર શો રૂમનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા પાલિકા મૌન…

Sabarkantha

રિપોર્ટર :શાહબુદીન શિરોયા સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક ગણાતા હિંમતનગર શહેરના બગીચા વિસ્તારમા બાલ મંદિર સામે આવેલા સંસ્કાર શોરૂમના માલિક દ્વારા ગેરકાયદેસર રીતે પાલિકાની વગર મંજૂરીએ શોરૂમ ના ઉપર ના ભાગે ગેરકાયદેસર અને જોખમકારક પતરાનો શેડ બનાવવામાં આવ્યો છે. તેમજ સંસ્કાર શોરૂમના બહાર રોડની સાઈડમાં ઉપરના ભાગે જોખમકારક બોર્ડ મારવામાં આવ્યું છે. ભારે વરસાદ અને ભારે વાવાઝોડામાં આ બોર્ડ ધરાશાઈ થશે તો જવાબદાર કોણ? તેથી વિશેષ સંસ્કાર શોરૂમના પાછળના ભાગના રહેણાંક મકાનો ખરીદી કર્યા બાદ તેનો ઉપયોગ કોમર્શિયલમાં કરાયો છે. જે હેતુ ફેર કરાવેલ છે કે નહીં તેના ઉપર પણ અનેક સવાલો ઉઠયા છે. તેમજ સંસ્કાર શોરૂમના ભોયરામાં બતાવેલા પાર્કિંગનો ઉપયોગ પાર્કિંગ નહીં પરંતુ ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવે છે..
હિંમતનગર નગરપાલિકાની નજર સામે સંસ્કાર શોરૂમના માલિક દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરેલ હોવા છતાં હિંમતનગર નગરપાલિકા સંબંધિત અધિકારીઓ કેમ ચૂપ છે? આ બાબતે હિંમતનગરના જાગૃત નાગરિક દ્વારા એક વર્ષ અગાઉ હિંમતનગર નગરપાલિકા સહિત સાબરકાંઠા કલેકટરને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.પરંતુ આજદિન સુધી કાર્યવાહી કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. હિંમતનગર નગરપાલિકા ટાઉન પ્લાનીંગ વિભાગ ફક્ત અને ફક્ત સંસ્કાર શોરૂમના માલિકને નોટિસો આપી સંતોષ માની રહ્યા છે. કેમ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં અસફળ? તો બીજી તરફ શહેરમાં લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે સંસ્કાર શોરૂમના માલિકો આર્થિક રીતે સધ્ધર અને રાજકીય પ્રેશર લાવી રહ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે..
ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે આજે હિંમતનગરના જાગૃત નાગરિકે સાબરકાંઠા જિલ્લા કલેકટર, હિંમતનગર નાયબ કલેકટર, હિંમતનગર મામલતદાર અને હિંમતનગર નગરપાલિકા ચીફ ઓફિસરને લેખીત જાણકરી શહેરમાં આવેલા સંસ્કાર શો રૂમનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા લેખિત અરજી કરવામાં આવી હતી. હવે જોવાનું રહ્યું કે હિંમતનગર નગરપાલિકા દ્વારા નોટિસો આપીને સંતોષ માનશે કે પછી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *