પંચમહાલ ના શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીઓ એ પોતાના પડતર પ્રશ્નોને લઇને સોમવારના રોજ પેન ડાઉન કરીને વિરોધ કર્યો હતો.

Panchmahal

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

શહેરા સહિત જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓના વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ નહી આવતા રાજ્ય સરકાર સામે પોતાની નારાજગી દેખાડવા સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે.તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ઓ એકત્રિત થઈને સોમવારના રોજ પેન ડાઉન કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. તલાટી કમ મંત્રીઓ એ ગ્રામ પંચાયત કચેરી ખાતે ફરજના સમય દરમિયાન પેન ડાઉન કરતા અનેક અરજદારોના કામો અટવાયા હતા. જ્યારે 1/10/21ના દિવસે તમામ તલાટીઓ સી. એલ મૂકીને તાલુકા પંચાયત કચેરી ખાતે બેનર સાથે દેખાવો કરી ને ઓનલાઇન કામગીરી તેમજ મહેસૂલી કામગીરીનો પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી બહિષ્કાર કરનાર છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તલાટી ક્રમ મંત્રી મંડળ પોતાના પડતર પ્રશ્નોને લઇને અચોક્કસ મુદતની હડતાળ પર જાય તે પહેલા તેમના પડતર પ્રશ્નોનો નિકાલ કરે તે પણ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *