ઈડર તાલુકાના પૂર્વ ધારાસભ્ય આપણાં લોકલાડીલા માનનીય મંત્રી રમણલાલ વોરાના જન્મ દિવસ નિમિત્તે છબી અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Sabarkantha

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…

ગઈકાલે તારીખ 27/9/2021 ને સોમવાર ના દિવસે ઈડર માર્કેટિંગ યાર્ડ ખાતે 1995 થી 2017 સુધી ધારાસભ્ય તરીકે અને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે રહી ઈડર વડાલી ની સાથે સાથે સાબરકાંઠા જિલ્લાની જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના હ્રદયમાં આગવું સ્થાન પામી અવિરત વિકાસની સાથે વર્ષો જુની માંગણીઓ સંતોષી તથા શિક્ષણ ક્ષેત્રે અને ગામડાંના રસ્તાઓથી માડી વિકાસની ગતિમાં વધારો કરનાર માનનીય રમણલાલ વોરાના જન્મ દિવસ નિમિત્તે ઈડર તાલુકાની સહકારી સંસ્થાઓમાં તેમની છબી કાયમી ધોરણે લગાવવાનો ધ્યેય નિર્ધાર કાર્યક્રમ યોજાયો હતો..
જેમાં સાંસદ દિપસિંહ રાઠોડ, જે. ડી. પટેલ, સાબર ડેરી ચેરમેન શામળ ભાઈ પટેલ, માર્કેટ યાર્ડ ના ચેરમેન, જેઠા ભાઈ પટેલ, પ્રેમલ ભાઈ દેસાઈ, સહકારી જીન ઈડર ના ચેરમેન પ્રકાશ ભાઈ પટેલ, ઈડર દિવેલા સંઘના ચેરમેન અશોકકુમાર પટેલ, ધી ગુજરાત સ્ટેટ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પ્રોસેસિંગ માર્કેટિંગ કો ઓપ ફેડરેશનના ચેરમેન સતીષ ભાઈ પટેલ, અને તાલુકા પંચાયત પ્રમુખ હર્ષા બેન અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા..
માનનીય રમણ લાલ વોરા જન્મ દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *