જેતપુરમાં સંયુક્ત હકીકત આધારે ચોરીના બાઈક સાથે એક શખ્સને પકડી પાડી મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો..

Rajkot

રીપોર્ટ:વિજય અગ્રાવત જેતપુર

જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાંથી રાજકોટ જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુર ડીવીઝનના એ. એસ. પી સાગર બાગમાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર પી ડી દરજીના સીધા માર્ગદર્શન હેઠળ મિલકત સબંધિત અનડીટેક ગુન્હાઓ શોધવાની સુચના અપાઈ હતી. જેમને આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ સોવલીયા તથા પો. કોન્સ. મનદીપસિંહ જાડેજા મળેલી સંયુક્ત હકીકતને આધારે મુકેશભાઈ ચોથાજી ઠાકોર જેતપુરની અટક કરી ચોરી કરેલી TVS કંપનીનું જ્યુપીટર મોટરસાયકલ કિ.રૂા.૪૦ હજાર કબ્જે કરી મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *