જેતપુર: યુદ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકોને ખોટી રીતે કાવતરા તેમજ હથિયારો સહિતની કલમો લગાડેલ હોય તે અંગે યોગ્ય તપાસ કરવા જેતપુર મામલતદારને આવેદનપત્ર આપ્યું.

Rajkot
રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર

યુદ્ધ એજ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા રક્તદાન અંગદાન કન્યા કેળવણી સામાજિક સમરસતા તેમજ ભૂખ્યાને ભોજન વગેરે પ્રવૃત્તિ કરવામાં આવે છે , આવી સેવાકીય પ્રવૃત્તિના આશયથી ટ્રસ્ટના સ્વયંસેવક યુવાનો યુદ્ધ એજ કલ્યાણની જગ્યા પર મળેલ હોય ત્યારે પોલીસ દ્વારા રેડ કરી લોકોની ખોટી રીતે ધરપકડ કરવામાં આવેલ હતી.તેમજ ઓફિસમાંથી મળી આવેલ હથિયારોમા પાવડો. કોદાળી તેમજ વૃક્ષારોપણ માટેના સાધનો હોય તેમજ ક્રિકેટ રમવાના સાધનો મળી આવેલ હતા.એક ધાર વગરની તલવાર હતી જે ભેટમાં મળેલ હતી , તે ભગવાન કૃષ્ણની છબી પાસે પૂજાના સ્થાન પર રાખેલ હતી આ ઉપરાંત તે સ્વયં સેવકો પાસે ગવર્મેન્ટ દ્વારા ઇસ્યુ કરેલ આઈ કાર્ડ પણ હતા સંસ્થા દ્વારા જાહેરનામાનો કોઈપણ ભંગ કરેલ નથી તેમજ ત્યાં રહેલા વ્યક્તિમાંથી કેટલાક વ્યક્તિ મહેમાન તરીકે આવેલ હતા અને તે લોકો જરૂરીયાત મંદને અનાજ આપવાની કીટ ની તૈયારી કરતા હતા ત્યારે ત્યાં પોલીસ આવી અને નિખિલ દોગાએ વેપારી વર્ગમાં દહેશત ફેલાવવા તથા કોમી વૈમનષ્ય ફેલાવવા કાવત્રુ રચ્યું હોવાની અને તેની ઓફિસમાં હથિયારો હોવાની બાતમીના આધારે ગોડલ પોલીસે છાપો મારીને કાવતરા તેમજ હથિયારો સહિતની કલમો લગાડેલ હોય તે અંગે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા યુદ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જેતપુર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *