રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…
રિલાયન્સ ફાઉન્ડેશન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર –ખેડબ્રહ્મા દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જુદા જુદા ગામના કુલ ૧૧૦ ખેડૂતોને મોબાઈલ કોન્ફરન્સ દ્વારા ઘરે બેઠા માહિતી અપાઈ..
જેમાં કે.વી.કે.ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડો જનક મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કપાસ પાકમાં અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ખેડૂતોમાં જાગૃતિ આવે તે માટે ઓડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું..
તેમજ વૈજ્ઞાનિક પિયુષ શારસ દ્વારા કપાસ પાકમાં આવતા રોગ અને જીવાત નિયંત્રણ વિષે માર્ગદર્શન અપાયું હતું..
આ ઉપરાંત ઘરે બેઠા ટેક્નોલોજીના માધ્યમથી ખેડૂતોએ કપાસ પાકમાં વાવેતર કરવામાં પડતી મુશ્કેલીઓનું જેવી કે સુકારો,મૂળખાઈ,ખુણિયા ટપકા ,પાન નો સુકારો ,લાલ પાન થવા જેવા રોગ ,ચૂસિયા પ્રકારની જીવાત,મિલીબગ ,ગુલાબી ઇયળ નિયંત્રણ તથા મગફળી અને અડદ પાકમાં ખાતર શું આપવું, નીંદામણ,રોગ અને જીવાત નિયંત્રણને લગતા પ્રશ્નો પૂછીને માર્ગદર્શન મેળવ્યું..
આ કોન્ફરન્સનું સંચાલન રીલાયન્સ ફાઉન્ડેશનના અધિકારી ભાવેશ પેટલ દ્વારા કરવામાં આવ્યું હતું.