રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
કેશોદ તાલુકામાં વરસાદના કારણે ખેડુતોના ખેતરો તથા ખેત પેદાશોમાં ભારે નુકશાની થવા પામી છે. ત્યારે કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નુકશાનીની પરિસ્થિતિનો તાગ મેળવી જીલ્લા પંચાયત પ્રમુખ પતિ અને જીલ્લા સહકારી બેંકના મેનેજીંગ ડિરેક્ટર દિનેશભાઈ ખટારીયા આગેવાનો સાથે કેશોદ તાલુકામાં પ્રવાસ કરી ખેડુતોને થયેલા ખેતરો તથા ખેત પેદાશોમાં થયેલી નુકસાનીનો તાગ મેળવ્યો
હતો. \
કેશોદ તાલુકાના ગ્રામ્ય પંથકના પ્રવાસ દરમિયાન જીલ્લા પંચાયત જૂનાગઢના પ્રમુખ પતિ
જૂનાગઢ સહકારી બેંકના મેનેજીંગ ડિરેક્ટર દિનેશભાઈ ખટારીયા અને ચંદુભાઈ મકવાણા સહીતની ટીમ કેશોદ તાલુકાના ગ્રામ્ય પંથકના પ્રવાસ દરમિયાન કેશોદ પંચાળા વચ્ચે ખીરસરા ધારે વિજયભાઈ મારૂની હોટેલ મહાદેવ મુકામે શુભેચ્છા મુલાકાત લીધી અને ખિરસરા ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગામના વિકાસ માટેની ચર્ચાઓ કરી પણ કરવામાં આવી હતી. અને ગામમાં ઘટતી સીવિધાઓ બાબતે પણ રજુઆત કરવામાં આવી હતી.
ભારે વરસાદના કારણે જુનાગઢ જીલ્લાના વિવિધ તાલુકાઓમાં પાક નુકસાન , ખેતરોમાં ધોવાણ ,જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. જે અનુસંધાને છેલ્લા દિવસોમાં વીવીધ તાલુકાઓમાં પ્રવાસ કરી પરીસ્થીતીનો તાગ મેળવ્યો હતો .
જે અનુસંધાને જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન દિનેશભાઈ ખટારીયા તથા જીલ્લા સહકારી બેંકના મેનેજીંગ ડાયરેકટર દિનેશભાઈ ખટારીયાએ જુનાગઢ કલેકટર શ્રીરચિત રાજ સાથે સમિક્ષા બેઠક યોજી જે જે ખેડૂતોને વરસાદના કારણે નુકસાની વેઠવી પડી છે. તેમને તાત્કાલિત સર્વે કરાવી યોગ્ય વળતર ચુકવાય તે માટે રજુઆત કરી હતી.
અને કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું ,કે અમે સરકારમાં જાણ કરી વહેલામાં વહેલી તકે જે ખેડૂતો ને નુકસાન થયું છે. તેનું વળતર ચુકવવામાં આવે તેવા \સરકારમાં પ્રયાસ કરીશું તેવી માનનીય કલેકટર રચિત રાજ દ્વારા ખાતરી આપવામાં આવી હતી.