..રિપોર્ટર:દિવ્યાંગ પટેલ મહીસાગર
મહિસાગર જિલ્લાને મન મોહક બનાવવા જિલ્લાના પ્રવાસન સ્થળો જેવા કે રૈયોલી ડાયનાસોર ફોસિલ પાર્ક, કલેશ્વરી, કડાણા ડેમ સાઈટ, માનગઢ હિલ, સાતકુંડા, મહાકાળી માતા ટેકરી લુણાવાડા, સ્વરૂપ સાગર તળાવ વરધરી, ધામોદ જેવા સ્થળોને વધુ ડેવલોપ કરી હરવા-ફરવા માટેની પ્રવાસન સર્કિટ ઊભી કરવાના પ્રયાસો કરતા જિલ્લા કલેકટર ડો.મનીષ કુમારે મુખ્ય મથક લુણાવાડા શહેરના વિકાસ અંગે જિલ્લા સેવા સદન સરકારી કચેરીઓ અને સરકારી અધિકારી ઓના આવાસની આજુબાજુના વિસ્તારના વિકાસ માટેના જેવા કે ગાર્ડનીગ, વોકિંગ ટ્રેક, સાયકલિંગ, રમત ગમત માટે પણ તેમજ ફરવા માટેની અને બેસવા લાયક જગ્યાઓ અંગે જિલ્લાના વિવિધ અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી હતી.
આ પ્રથમ જાતનિરીક્ષણમા અધિક નિવાસી કલેકટર એ. આઇ. સુથાર, નાયબ પોલીસ અધિક્ષક પ્રજાપતિ, માર્ગ અને મકાન વિભાગના પાટીદાર, જિલ્લા પ્રાયોજના વહીવટદાર પાટીદાર, નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ ઋષિરાજ પુવાર, પ્રાંત અધિકારી મોડીયા, લુણાવાડા નગરપાલિકા ચીફ ઓફિસર ભદ્રેશ, જિલ્લા રમત ગમત અધિકારી મયુરી બાળા અને અધિકારીઓને માર્ગદર્શન આપી કલેકટરએ ભવિષ્યના પ્લાનિંગ સાથે કામ કરવા સુચના આપી હતી.